નરણા કોઠે કરી લો આ કામ પેટના અને ચામડીના તમામ રોગો થઇ જશે દૂર

દોસ્તો આપણે સૌ જાણીએ છીએ કે દિવસ દરમિયાન પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જોઈએ. પાણી પીવાથી શરીર તંદુરસ્ત અને નિરોગી રહે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે પાણી આખો દિવસ તો બરાબર માત્રામાં પીતા રહેવું જોઈએ. પરંતુ સવારની શરુઆત ખાસ રીતે પાણી પીને કરવાથી કાયા નિરોગી રહે છે. તો ચાલો આજે તમને આ રહસ્ય જણાવી દઈએ.

તમને જાણીને નવાઈ લાગશે કે જો તમે સવારે બ્રશ પણ કર્યા વિના એટલે કે વાસી મોઢે જ પાણી પી લેશો તો તમારા શરીરના ઝેરી તત્વો અને ગંદકી પેશાબ વાટે બહાર નીકળી જશે. આમ થવાથી શરીરના બધા જ અંગ ફિલ્ટર થઈ જશે અને શરીરમાં એક પણ રોગ પ્રવેશ કરશે નહીં.

શરીરને નિરોગી રાખવા માટે સવારમાં વાસી મોઢે 4 ગ્લાસ પાણી પી લેવું જોઈએ. ચાર ગ્લાસ પાણી એટલે અંદાજે એક લીટર પાણી. જો તમે સવારે બ્રશ કર્યા વિના જ પી લેશો તો ગંભીર બીમારીઓથી પણ બચી જશો. આમ કરવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જશે અને પાચનતંત્ર સારી રીતે કામ કરશે. ત્યારપછી આખો દિવસ ખાધેલી વસ્તુ બરાબર પચી જશે.

સવારે વાસી મોઢે પાણી પીવાથી ત્વચાને પણ અદ્ભુત લાભ થાય છે. આ રીતે પાણી પીવાથી આંખ નીચે થયેલા ડાર્ક સર્કલ, ખીલના ડાઘ દુર થવા લાગે છે. વાસી મોઢે પાણી પીવાથી ધીરે ધીરે ત્વચાની બધી જ સમસ્યા દુર થતી જણાશે.

રોજ સવારે જાગીને વાસી મોઢે પાણી પીવાથી શરીરના બધા જ અંગ એક્ટિવ થઈ જાય છે. સાથે જ રાત્રે જમા થયેલી બધી જ ગંદકી બહાર નીકળી જાય છે. તેનાથી ત્વચા સુંદર બને છે. જો તમારે ચરબી ઘટાડવી હોય તો સવારે જે પાણી પીવો તેને હુંફાળુ ગરમ કરી લેવું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સવારે જ્યારે તમે મોં સાફ કર્યા વિના પાણી પીવો છો તો તમારા મોઢાની લાળ શરીરમાં જાય છે. આ લાળ શરીર માટે એન્ટી સેપ્ટીક જેવું કામ કરે છે અને શરીરને સ્વસ્થ રાખે છે. આ જ કારણ છે કે સવારે વાસી મોઢે પીધેલું પાણી ફાયદાકારક હોય છે.

સવારે વાસી મોઢે પાણી પીવાથી શરીરનું તાપમાન પણ નિયંત્રિત રહે છે. તેનાથી નાની-મોટી બીમારી સામે લડવાની તાકાત મળે છે.

આપણે જ્યારે સવારે જાગીએ છીએ ત્યારે શરીરમાં એસિડ જમા થયેલું હોય છે. તેવામાં સવારની મોઢાની લાળ સાથે પાણી અંદર જાય છે ત્યારે શરીરનું એસિડ પેશાબ વાટે બહાર નીકળી જાય છે. આ રીતે પાણી પીવાથી શારીરિક લાભની સાથે માનસિક લાભ પણ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેનાથી સૌથી પહેલા તો તમે સ્ટ્રેસ ફ્રી અનુભવ કરશો. તેથી નિયમિત રીતે સવારે 4 ગ્લાસ પાણી પીવાનો નિયમ બનાવી લો. આમ કરવાથી દિવસ આખો શરીર અને મન બંને સ્ફુર્તિમાં કામ કરશે.

ઘણા લોકોને સતત માથાનો દુખાવો રહેતો હોય છે. જેમને માઈગ્રેન હોય તેમને તો આ દુખાવો દિવસની સાથે વધવા લાગે છે. તેવામાં આ રીતે પાણી પીવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. કારણ કે માથાના દુખાવાનું મુખ્ય કારણ પાણીની ઊણપ જ હોય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!