ગમે તેવી મોટી પથરી એક દિવસ માં પેશાબ વાટે બહાર કાઢી નાખવી હોય તો જાણી લો

દોસ્તો જ્યારે શરીરમાં ગયેલા નકામાં તત્વો બહાર નીકળી શકતા નથી ત્યારે તે કિડનીમાં એકઠા થાય છે અને ધીરે-ધીરે તે પથરી નુ સ્વરુપ ધારણ કરે છે. નિષ્ણાંતોના મતે 90 ટકા કિસ્સામાં પથરી ખરાબ ખાણીપીણીના કારણે થતી હોય છે.

પથરીની સમસ્યા જે દર્દીને હોય તેને લીલી ડુંગળી, બીટ, અજમા, બદામ, મગફળી, કાજુ વગેરેનું સેવન ઓછું કરવું જોઈએ કારણ કે તેમાં ઓક્સાલિક એસિડ વધારે હોય છે જે પથરી બનવાનું કારણ હોય છે. ઘણા કિસ્સામાં કિડનીની પથરી વારસાગત પણ હોય છે.

શરીરમાં પથરી કીડનીની ઉપરાંત પિત્તાશયમાં પણ થાય છે. પિત્તાશય બરાબર કામ કરતું ન હોય ત્યારે તેમાં પથરી બનવા લાગે છે. પિત્તાશયમાં થતી પથરી ઘણી વખત પિત્તની નળીમાં ફસાઈ જાય છે ત્યારે પિત્તાશયમાં સોજો આવી જાય છે જેમાં તકલીફ ખૂબ જ વધારે થાય છે.

પથરીના દર્દીઓની જ્યારે ઓછું પાણી પીવે છે, તેમજ ટામેટા તેમજ રીંગણ વધારે પ્રમાણમાં થાય છે ત્યારે પણ પથરી ની પીડા વધી શકે છે. નિષ્ણાંતો એમ પણ જણાવે છે કે જેને સખત કબજિયાત રહેતી હોય અથવા તો કિડનીમાં ઇન્ફેક્શન થયું હોય તો પણ પથરી થઈ શકે છે.

શરીરમાં નાની પથરી હોય તો તે ઘણી વખત પેશાબ વાટે બહાર નીકળી જાય છે પરંતુ જો પથરી મોટી થઈ ગઈ હોય તો તેને કાઢવા માટે ઓપરેશન કરવું પડે છે. જોકે કેટલાક ઘરગથ્થુ ઉપાય એવા પણ છે કે જેને કરવાથી પથરી તૂટીને પેશાબ વાટે કુદરતી રીતે બહાર આવી શકે છે. આજે તમને આવા ઉપાયો વિશે જણાવીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે વ્યક્તિને પથરી હોય તેને દ્રાક્ષનો રસ, એપલ નો રસ, કડક ચા, કોફી, ચોકલેટ અને ખાંડવાળા ઠંડાપીણાં ઓછા લેવા. આ સિવાય નાળિયેર પાણી, જવનું પાણી, પાતળી છાશ, અનાનસનો રસ વગેરે પીવાથી પથરી બનવાની શક્યતા ઘટી જાય છે.

પથરી કેટલી મોટી છે અને કઈ જગ્યાએ છે તેની જાણકારી એક્સ-રે દ્વારા જાણી શકાય છે. આ જાણકારી મેળવ્યા પછી સ્વાસ્થ્યને અનુકૂળ આવે તેવી પદ્ધતિથી સારવાર કરવી જોઈએ.

પથરીના દર્દીએ ટામેટા રિંગણ જેવા દિવાળા શાકભાજીનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ જો આ શાક ખાવા જ પડે એવું હોય તો તેના બી કાઢીને તેનો ઉપયોગ કરવો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

દિવસ દરમિયાન જે પણ આહાર કરો તેમાં કેલ્શિયમનું પ્રમાણ પર્યાપ્ત રાખો અને સોડિયમનું પ્રમાણ ઘટાડવું. ભોજનમાંથી ભાજી, ચોકલેટ, ચા જેવી વસ્તુઓને ટાળવી જરૂરી છે.

રોજ સવારે ઉભા ઉભા ગાયના દૂધની છાશમાં સિંધવ-મીઠું નાખીને પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે.

નાળીયેરના પાણીમાં લીંબુનો રસ ઉમેરીને રોજ સવારે ખાલી પેટે પીવાથી પથરી તૂટીને બહાર નીકળે છે.

કારેલાંના રસમાં છાશ ભેળવીને પીવાથી પથરી મટે છે. આ સિવાય છાશમાં હળદર અને જૂનો ગોળ મેળવીને પીવાથી પણ પથરી તૂટીને શરીરમાંથી નીકળી જાય છે.

નિયમિત રીતે કાળી દ્રાક્ષનો ઉકાળો બનાવીને પીવાથી પથરી ઓગળીને છે.

50 ગ્રામ કળથીને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે તેને હાથથી મસળી પાણીને ગાળી લો અને નરણા કોઠે પી જાવ. તમે કળથીના સૂપનું સેવન પણ કરી શકો છો.

ગોખરુના ચૂર્ણને મધ ઉમેરીને ચાટી જવાથી પથરી મટે છે. આ સિવાય ઘઉ અને ચણાને સમાન ભાગે લઈને પાણીમાં ઉકાળી આ ઉકાળામાં સુકો ખાર ઉમેરીને પીવાથી પથરી નીકળે છે.

મૂળાના પાનનો રસ કાઢી તેમાં સુરોખાર ઉમેરીને રોજ પીવાથી પથરી ઓગળીને શરીરમાંથી નીકળી જાય છે.

20 ગ્રામ કાંદાના રસમાં સાકર ઉમેરીને તેને પીવાથી પથરી તૂટીને પેશાબ વાટે નીકળી જાય છે

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!