દોસ્તો અંજીરનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. અંજીર ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને તેમાંથી કેલ્શિયમ, વિટામીન એ, બી સહિતના પોષકતત્વો મળે છે.
અંજીરનો ઉપયોગ મીઠાઈમાં પણ કરવામાં આવે છે. આ સાથે તમે અંજીરને પલાળીને પણ ઉપયોગમાં લઈ શકો છો. અંજીરના દૂધનું સેવન કરવાથી પણ ઘણા ફાયદા થાય છે.
250 મિલી પાણીમાં 5 અંજીરના ટુકડા કરીને ઉમેરો. તેને ઉકાળી પછી સેવન કરવાથી કબજિયાત મટે છે. રોજ રાત્રે 2 અંજીરને પાણીમાં પલાળી સવારે તેને ચાવીને ખાઈ જવું અને પલાળેલું પાણી પી જવાથી પેટ સાફ થાય છે.
પલાળેલા અંજીરમાં ફાયબર પણ હોય છે જે વધતા વજનને ઘટાડે છે અને ચરબી ઓગાળે છે. તેમાં કેલેરી હોય છે જે વજન વધારે પણ છે. વજન વધારવા માટે અંજીરનું સેવન દૂધ સાથે કરવું.
અંજીરમાં કેલ્શિયમ પણ ભરપુર હોય છે. જે નબળા હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. રોજ અંજીરનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. અંજીરમાં ફાયબર હોય છે જે એનિમિયા મટાડે છે. અંજીરનું સેવન દૂધ સાથે કરવાથી ફાયદો થાય છે.
પલાળેલા અંજીરમાં એવા તત્વો હોય છે જે પાઈલ્સની તકલીફમાં રાહત આપે છે. અંજીરનું સેવન કરવાથી હરસમાં પણ રાહત થાય છે.
અંજીરના ટુકડા કરી તેને પાણીમાં ઉકાળી તેમાં જેઠીમધ અને હળદર ઉમેરી પીવાથી અથવા તેનાથી કોગળા કરવાથી ગળામાં આવેલો સોજો મટે છે.
અનિયમિત માસિક, માસિક સમયે વધારે રક્તસ્ત્રાવ જેવી તકલીફો હોય તો પાણીમાં પલાળેલા અંજીર લાભ કરે છે. અંજીરનું સેવન કરવાથી દૂધ પણ વધે છે. તેથી સ્તનપાન કરાવતી મહિલાઓએ અંજીર અચુક ખાવું.
વધતી ઉંમર સાથે રહેતા કમરના દુખાવામાંથી મુક્તિ મેળવવા માટે પાણીમાં પલાળેલું અંજીર લેવું જોઈએ. તેનું સેવન કરવાથી શ્વાસ તેમજ દમની સમસ્યા પણ મટે છે.
પલાળેલા અંજીરનું સેવન કરવાથી વાયુનો નાશ થાય છે અને શ્વાસના દર્દીઓ માટે પણ તે ખૂબ લાભદાયક સાબિત થાય છે.
પલાળેલું અંજીર ખાવાથી સ્ત્રીઓને સ્તન કેન્સર થવાનું જોખમ ઘટે છે. તેનાથી હાર્ટ પ્રોબ્લેમ પણ મટે છે. અંજીરમાં રહેલું કેલ્શિયમ હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. આ સાથે જ તેમાં રહેલું પોટેશિયમ બ્લડ સુગરને કંટ્રોલ કરે છે.
સવારે અને સાંજે પાણીમાં પલાળેલા અંજીર ખાવાથી હરસ મટે છે. અંજીરમાં રહેલું પેક્ટીન નામનું ફાયબર લોહીમાં રહેલ કોલેસ્ટ્રોને ઘટાડે છે. તેથી હાર્ટ હેલ્ધી રહે છે.