દોસ્તો વધારે પડતા ફાસ્ટફુડનું સેવન અને બેઠાડુ જીવનશૈલી ડાયાબીટીસનું કારણ બને છે. ડાયાબીટીસને દુર કરવાના આજે તમને કેટલાક ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીએ. ડાયાબીટીસના કારણે વારંવાર પેશાબ જવું પડતું હોય તો રોજ સવારે અને સાંજે 1-1 ચમચી હળદર પાણી સાથે ફાકી જવી.
નિયમિત રીતે જાંબુનું પાણી પીવુ. તેના માટે એક લીટર પાણીમાં 80 ગ્રામ પાકા જાંબુ ઉમેરી ઉકાળો. પાણી ચોથા ભાગનું રહે ત્યારે તેને ગાળી તેમાં સાકર ઉમેરી થોડું થોડું પીવાથી ડાયાબીટીસમાં લાભ થાય છે.
જાંબુને તડકે સુકવી તેનો પાવડર કરી સ્ટોર કરી લેવો. ત્યારબાદ રોજ આ પાવડરને 20 ગ્રામની માત્રામાં લેવાથી ડાયાબીટીસમાં લાભ થાય છે. આ સિવાય જાંબુના ઠળીયાનું ચૂર્ણ મધ સાથે લેવાથી ડાયાબીટીસ મટે છે.
200 ગ્રામ જાંબુના ઠળીયા, 50 ગ્રામ લીમડાનો ગળો, 50 ગ્રામ હળદર, 50 ગ્રામ મરીને વાટી ચૂર્ણ તૈયાર કરો. આ ચૂર્ણમાં જાંબુનો રસ ઉમેરી તડકે સુકવી બરણીમાં ભરી રાખો. રોજ આ ચૂર્ણ સવાર સાંજ પાણી સાથે લેવાથી ડાયાબીટીસ મટે છે.
યુરીનમાં જતી સાકરને બંધ કરવા માટે કારેલાને સુકવી તેનો પાવડર બનાવી સવાર સાંજ તેને પાણી સાથે ચાર મહિના સુધી લેવું.
જાંબુના ઠળિયા, હરડે, બહેડા, આમળા, લીમડાની છાલ, મામેજવો સરખા ભાગે લઈ અને ચૂર્ણ તૈયાર કરી લેવું. તેને સવારે અને સાંજે લેવાથી ડાયાબીટીસ મટે છે. આ સાથે જ જમવામાં ઘઉંને બદલે જવનો ઉપયોગ કરવો.
મીઠા લીમડાથી પણ બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. ડાયાબીટીસના દર્દીઓ તેનું સેવન કરે તો લાભ થાય છે. હળદરની ગાંઠને ઘીમાં શેકી અને સાકર ઉમેરી રોજ થોડું થોડું લેવાથી ડાયાબીટીસમાં લાભ થાય છે.
વડની છાલનું બારીક ચૂર્ણ કરી રોજ રાત્રે 1 ચમચી પાણીમાં પલાળી સવારે આ પાણીને ગાળીને પી જવું. તેનાથી યુરીનની સમસ્યા દૂર થાય છે.
આમલીને શેકીને રોજ તેનું સેવન કરવાથી ડાયાબીટીસ મટે છે. વડની તાજી છાલનો ઉકાળો બનાવી તેને પીવાથી પણ લાભ થાય છે. આ ઉકાળો કુદરતી ઈસ્યુલીન જેવું કામ આપે છે.
આમળા અને વરિયાળીને સરખાભાગે લઈ રોજ સવારે અને સાંજે 1-1 ચમચી પાણી સાથે લેવાથી ડાયાબીટીસ મટે છે. આ સાથે જ કોળાનો રસ પીવાથી પણ ડાયાબીટીસ મટે છે.
આંબાના કુણા પાનને તડકે સુકાવી લેવા અને તેનું ચૂર્ણ તૈયાર કરવું. રોજ આ ચૂર્ણની એક ચમચી જમ્યા પછી લેવી. તેનાથી ડાયાબીટીસ કાબૂમાં રહે છે. નિયમિત રીતે સીતાફળના પાનનો ઉકાળો પીવાથી પણ ડાયાબીટીસ મટે છે.
લીમડાના પાનનો રસ નિયમિત રીતે પીવાથી ડાયાબીટીસ મટે છે. આ સિવાય એક ઉકાળો પણ અકસીર સાબિત થઈ શકે છે. તેના માટે લીલી હળદર 50 ગ્રામ, 10 તુલસીના પાન, 30 બીલીપત્રને એક ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી દો.
સવારે આ બધી વસ્તુને હાથથી મસળી અને પાણીને ગાળી અને ખાલી પેટ પી જવું. આ પાણી પીધાની એક કલાક સુધી કંઈપણ ખાવું પીવું નહીં.