દોસ્તો આજના સમયમાં મોટાભાગના લોકોનું જીવન બેઠાડુ થઇ ગયું છે અને આહાર શૈલી અનિયમિત અને બિન આરોગ્યપ્રદ થઈ ગઈ છે. જેના કારણે લોકોને પેટની સમસ્યાઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે.
તેનું કારણ છે કે ઘણા લોકો એવું કામ કરતા હોય છે જેમાં તેમને આખો દિવસ બેસી રહેવાનું હોય. તો કેટલાક લોકો એવા હોય છે જે ખાધા પીધા પછી તુરંત જ સુઇ જતા હોય છે. આ બંને સ્થિતિમાં શારીરિક શ્રમનો અભાવ થઈ જાય છે અને પરિણામ આવે છે પેટને લગતી સમસ્યાઓ.
પેટની સમસ્યાઓ ત્યારે થાય છે જ્યારે આંતરડા બરાબર સાફ ન થતા હોય. આજે તમને એવા ઘરગથ્થુ ઉપાયો વિશે જણાવીએ જેને કરવાથી એક જ કલાકમાં તમારું પેટ સાફ આવી જશે અને આંતરડાં અંદરથી સાફ થઈ જશે. આ ઉપાય કર્યા ની એક જ કલાકમાં તમને પેટ હળવુંફૂલ જેવું લાગશે.
લીંબુમાં એવા તત્વો રહેલા છે જે પેટને સાફ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે જો તમે જમ્યા પછી પાચન બરાબર થતું ન હોય તો રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ હૂંફાળા પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પી જવું.
જો પેટમાં કૃમિ થઈ ગયા હોય તો અજમાનો પાવડર અને ગોળ સમાન માત્રામાં લઈને તેની નાની નાની ગોળીઓ બનાવી લો. આ ગોળીનું સેવન દિવસમાં ત્રણ વાર કરો.
આંતરડામાં અને પેટમાં બૅક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે છત્રી સમસ્યાને દૂર કરવા માટે દાડમની છાલને સૂકવીને તેનું ચૂર્ણ બનાવી દીવસમાં ત્રણ વખત એક એક ચમચી લઈ લેવું.
રુદ્ર જમવાની સાથે એક પાકા ટામેટા માં સિંધાલૂણ અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને ખાવાથી પેટની જીવાત દૂર થાય છે.
લીમડાના પાનમાં એન્ટી બાયોટિક ગુણ હોય છે તેનું જ્યૂસ બનાવીને તેમાં મધ ઉમેરી પીવાથી આંતરડા સાફ થાય છે.
લસણ પેટની સમસ્યાઓને દૂર કરવા માટે અકસીર છે. તમે લસણની ચટણી કે લસણ નો ઉપયોગ પેટની તકલીફ દરમિયાન કરી શકો છો.
તુલસીના પાન પણ એન્ટીબેક્ટેરિયલ હોય છે રોજ સવારે પાંચ તુલસીના પાન ખાવાથી પેટમાં કૃમિ થતાં નથી અને કબજિયાત જેવી તકલીફથી પણ રાહત મળે છે.
પેટ સાફ ન આવતું હોય તો ભોજનમાં સલાડનું પ્રમાણ વધારે રાખવું. દિવસ દરમિયાન સલાડનું સેવન કરો અને તેમાં ગાજર મૂળા ટામેટા બીટ વગેરેનું પ્રમાણ વધારે રાખવું આ સાથે જમતી વખતે ક્યારેય પાણી ન પીવું.
જમ્યા પછી અડધા કલાક પછી જ પાણી પીવું જોઈએ. આમ કરવાથી પાચનતંત્ર બરાબર કામ કરે છે. આ સિવાય નિયમિત રીતે કસરત કરવાની પણ ટેવ પાડો.