દોસ્તો શરદી ઉધરસ થાય છે ત્યારે સૌથી પહેલા ગળામાં દુખાવો અને બળતરા થવા લાગે છે. આ તકલીફ એવી હોય છે જેના કારણે ખાવા પીવાની પણ ઈચ્છા થતી નથી વાત કરતી વખતે પણ ગળામાં દુખાવો રહે છે. તેવામાં સ્ટીમ લેવાથી ઝડપથી ફાયદો થાય છે.
આયુર્વેદમાં પણ નાસ લેવાના લાભ વિશે જણાવાયું છે. આયુર્વેદ અનુસાર જ્યારે નાક બંધ થઇ જાય અને કફ જામી જાય ત્યારે તેનાથી છુટકારો મેળવવા માટે નાસ લેવી જોઈએ.
મિત્રો આજે તમને જણાવીએ વિવિધ વસ્તુઓ સાથે નાસ લેવાથી શરીરને કેવા ફાયદા થાય છે.
ઉધરસની સમસ્યા વધારે હોય ત્યારે નાસ લેવા માટે પાણીમાં અજમા અને ફુદીનો ઉમેરવા. આ બન્ને વસ્તુઓ ઉમેરીને નાસ લેવાથી ગળાની બળતરા તુરંત દૂર થાય છે. આ નાસ લેવાથી શ્વાસના દર્દીઓને પણ રાહત મળે છે.
ચહેરા પર ખીલ થયા હોય ત્યારે પણ નાસ લેવી જોઈએ. ચહેરા પર નાસ લેવાથી ત્વચાને ગંદકી દૂર થાય છે અને ત્વચા સ્વચ્છ થઈ જાય છે જેના કારણે કુદરતી રીતે ત્વચાની સુંદરતા વધે છે.
સમયાંતરે ચહેરા પર નાસ લેવાથી કરચલીઓ ઓછી થાય છે અને ડેડ સ્કિન પણ દૂર થાય છે. ચહેરા પર ચમક આવે છે.
નાસ લેવાથી રક્ત પરિભ્રમણ બરાબર રીતે થાય છે જે શરદી માટે ખૂબ જ ફાયદાકારક છે. નાક વડે ટીમ લેવાથી છિદ્રો ખૂલી જાય છે અને માથાનો દુખાવો મટે છે.
શરદી ની શરૂઆતમાં જ સ્ટીમ લેવાથી શરદી તરત જ મટે છે અને કફ છૂટો પડી જાય છે. અને મળ વાટે કફ બહાર નીકળી જાય છે.
શરદીના કારણે નાક બંધ થઈ ગયું હોય અને સૂવામાં સમસ્યા થતી હોય તો દસ મિનિટ માટે નાસ લેવાનું રાખો તો તરત જ નાક ખુલી જશે અને કફ છુટો પડશે.
ફેફસાંની કાર્યક્ષમતા વધારવા માટે અને ફેફસા ની સફાઈ કરવા માટે પણ સ્ટીમ ઉત્તમ ઉપાય છે. નાસ લેવાથી શરીરમાં રહેલો કચરો બહાર કાઢવામાં આવે છે. તને મદદ મળે છે.
નિયમિત રીતે નાસ લેવાથી ફેફસાંને લગતી સમસ્યાઓ દૂર થાય છે. પાણી માં બામ નાખી ને પણ નાસ લઈ શકાય છે.