ચામડીના તમામ રોગોમાં અકસીર ઈલાજ છે આ વસ્તુ, કેન્સરમાં પણ ઉપયોગી

દોસ્તો ત્વચા પર ફોડલી થાય કે ડાઘ પડે તો ચિંતા થવા લાગે છે. જો કે આજના સમયમાં ત્વચા સંબંધિત સમસ્યા લગભગ દરેક વ્યક્તિને સતાવે છે. તો વળી કેટલાક લોકોને ત્વચાના રંગથી ચિંતા થતી હોય છે.

આવી સમસ્યાઓથી કાયમી છુટકારો આપતા ઉપાયોની જાણકારીના અભાવના કારણે લોકો પરેશાન રહે છે. ત્યારે આજે તમને આવા જ એક ઉપાય વિશે જણાવી દઈએ.

આલુ એ સ્વાસ્થ્ય અને ત્વચા માટે લાભકારી વસ્તુ છે. આલુમાં પુષ્કળ પ્રમાણમાં પોષકતત્વો હોય છે જે લાંબા સમય સુધી આરોગ્યને સ્વસ્થ રાખે છે અને સ્વાસ્થ્યની સાથે ત્વચાને પણ સુધારવાનું કામ કરે છે.

નિષ્ણાંતોના મતે તો આલુમાં રહેલા વિટામીન વ્યક્તિને ત્વચાના કેન્સરથી પણ બચાવે છે. આલુમાં વિટામીન ઉપરાંત ખનીજ, એન્ટી ઓક્સીડન્ટ અને અનેક રાસાયણિક ઘટકો હોય છે.

જેમને ત્વચા સંબંધિત કોઈ સમસ્યા હોય કે પછી ત્વચા પર નિખાર લાવવો હોય તે લોકો અનેક પ્રયત્નો કરતા રહે છે. મોઘા પ્રોડક્ટ વાપરવાથી લઈ ટ્રીટમેન્ટ સુધીની સારવાર લોકો કરાવે છે. પરંતુ આ બધું કરવાને બદલે તમે આલુના ઉપયોગથી ત્વચાની દરેક સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. તો ચાલો જણાવી તમને આલુના લાભ વિશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જ્યારે ત્વચાના સેલ્સને નુકસાન થાય છે તો તેની અસર ત્વચા પર પણ દેખાવા લાગે છે. તેના કારણે ત્વચા પર અનેક ખરાબી જોવા મળે છે. તેવામાં આલૂ એ ઉત્તમ વિકલ્પ છે. તેનાથી ત્વચાના સેલ્સ એક્ટિવ થાય છે અને તે પુનર્જીવિત થાય છે.

આલુ અને દહીંની પેસ્ટ બનાવી તેને ત્વચા પર લગાવવી. 20 મિનિટ પછી નવસેકા પાણીથી ત્વચા સાફ કરો. તેનાથી ત્વચાનો રંગ ખીલે છે. આલુની પેસ્ટ નિયમિત રીતે લગાવવાથી ત્વચાના મૃત કોષ દુર થાય છે અને ત્વચા વધારે તેજસ્વી દેખાય છે.

વિટામિન સીથી ભરપુર આલુ ત્વચાની કરચલીઓ દુર કરવામાં મદદ કરે છે. તેના ઉપયોગથી ત્વચા પર દેખાતી વૃદ્ધાવસ્થાની અસર પણ ધીમી પડે છે અને ત્વચા યુવાન દેખાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આલુ એક એન્ટી એજીંગ ફેસ માસ્ક તરીકે પણ ઉપયોગમાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચાના છીદ્રો દુર થાય છે અને ત્વચા તાજી રહે છે.

આલુમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે જે ત્વચાના કોષને સ્વસ્થ રાખે છે. તેનાથી ત્વચાને પોષણ મળે છે અને ત્વચા લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે.

આલૂમાં વિટામિન એ, સી, કે, બીટા કેરોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ હોય છે જે ત્વચાનું રક્ષણ અલ્ટ્રાવાયોલેટ કિરણોથી કરે છે. તેનાથી ત્વચાને થતું નુકસાન અટકે છે.

ઉનાળામાં ત્વચાને થતા નુકસાનથી બચવા માટે નિયમિત રીતે આલુનો ઉપયોગ કરવો. આલુના ફેસપેક ઉપરાંત તેના ઉકાળાનો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે આલુને પાણીમાં ઉકાળી તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને 15 મિનિટ ચહેરા અને ગળા પર લગાવો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!