આ વસ્તુના સેવનથી આધાશીશીનો દુખાવો 5 મિનિટમાં ગાયબ થઈ જશે

 

માથાનો દુખાવો ખૂબ જ ગંભીર સમસ્યા છે. ચિંતા, થાક, ઉજાગરાના કારણે માથાનો દુખાવો થતો હોય છે. કેટલીક વખત ગેસ અને એસીડીટી અને આધાશીશી ના કારણે પણ માથું દુખે છે.

જ્યારે માઈગ્રેનના કારણે માથું દુખતું હોય ત્યારે આ દુખાવો અસહનીય હોય છે. સામાન્ય કારણોથી દુખતું માથું થોડા કલાકોમાં ઉતરી પણ જાય છે પરંતુ માઈગ્રેનનો દુખાવો ઝડપથી મટતો નથી.

માઈગ્રેનની સમસ્યા હોય ત્યારે ઊંઘ પણ બરાબર કરી શકાતી નથી. તેના કારણે ક્રોધ પણ વધારે આવે છે અને અનેક સમસ્યાઓ થાય છે.

જો તમે પણ આ પ્રકારના માથાના દુખાવાથી કંટાળી ગયા હોય તો આજે તમને એવા ઘરગથ્થુ ઉપચાર જણાવીએ જેને કરવાથી માત્ર પાંચ મિનિટમાં જ આધાશીશીનો દુખાવો પણ મટી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જ્યારે પેટના ગેસના કારણે માથાનો દુખાવો થતો હોય તો એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પી જવું તેનાથી તુરંત જ લાભ થાય છે.

સવારે ઉઠો ત્યારે માથામાં સખત દુખાવો રહેતો હોય તો ગરમ પાણીમાં મધ મેળવીને પીવાથી માથું દુખતું બંધ થાય છે. આ સિવાય માથામાં તેલ માલિશ કરવાથી પણ દુખાવાથી રાહત મળે છે.

જ્યારે પણ માથામાં તીવ્ર દુખાવો થાય ત્યારે નાળિયેર અને સરસવનું તેલ મિક્ષ કરીને તેનાથી માલિશ કરવી. આધાશીશી થી મુક્તિ મેળવવી હોય તો સવારે વહેલા જાગી જવું અને રાત્રે વહેલા સૂઈ જવું. અધુરી ઊંઘના કારણે પણ માથાનો દુખાવો રહેતો હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ગરમીના દિવસોમાં માથાનો દુખાવો વારંવાર થાય તો માથા ઉપર ચંદનનો લેપ લગાડવો. તેના માટે ચંદન પાઉડરમાં પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવીને કપાળ પર લગાવી દેવી. આ પેસ્ટ લગાડ્યા પછી શાંતિની અનુભૂતિ થશે.

આદુનો ઉપયોગ કરીને પણ માથાનો દુખાવો મટાડી શકાય છે. માથુ જ્યારે દુખે ત્યારે આદુ અને ફુદીનાની પેસ્ટ બનાવીને કપાળ પર લગાડી દો. માથા પર લગાવવાથી માથાનો દુખાવો મટે છે. આ સિવાય તમે ફુદીનાવાળી ચા પીને પણ માથાના દુખાવાથી મુક્તિ મેળવી શકો છો.

આધાશીશી થી મુક્તિ મેળવવા માટે પાણીમાં તુલસીના પાન ઉમેરીને પાણી ઉકાળી લેવું પછી આ પાણી પી જવું. માઇગ્રેન ના કારણે દુખતું માથું સુરત મટાડવું હોય તો પાંચ લવિંગને તવા પર શેકી તેને કપડામાં બાંધીને તેની સુગંધ લેવી. તેનાથી તુરંત જ માથાનો દુખાવો મટે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!