કેળાનું સેવન તો તમે પણ ઘણી વાર કર્યું હશે. પાકા કેળા નાના-મોટા સૌ કોઈને ભાવે તેવું ફળ છે. પરંતુ પાકા કેળા ની જેમ કાચા કેળા પણ સ્વાસ્થ્ય માટે લાભકારી છે.
કદાચ તમે આ વાતથી અજાણ હશો કે કાચા કેળાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. તો આજે તમને કાચા કેળામાં રહેલા ઔષધિય ગુણ વિશે અને તેનાથી શરીરને થતા લાભ વિશે જણાવીએ.
કાચા કેળાનું સેવન પણ નાનાં બાળકોથી લઇને મોટી ઉંમરના કોઈપણ વ્યક્તિ કરી શકે છે. તેનું સેવન કરવાથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે. ખાસ કરીને ડાયાબિટીસ અને વજન ઘટાડવામાં તો કાચા કેળા ખુબ જ ઉપયોગી છે.
આયુર્વેદમાં તો કેટલીક બીમારીઓમાં કાચા કેળાને દવા તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. કાચા કેળા પોટેશિયમથી ભરપૂર હોય છે અને તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સાથે જ કાચા કેળામાં વિટામિન અને મિનરલ્સ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીર માટે ખૂબ જ જરૂરી છે
જે લોકોને પોતાનું વજન ઘટાડવું હોય તેમણે રોજ એક કાચું કેળુ ખાવું જોઈએ. તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે જે શરીરમાં જામેલી વધારાની ચરબીને દૂર કરે છે. કાચા કેળાને રોજ ખાવું જોઈએ અને તેનો ઉપયોગ તમે કોઈપણ રીતે કરી શકો છો.
ડાયાબિટીસના દર્દી માટે પણ કાચું કેળું ઉપયોગી છે તેનાથી ડાયાબિટીસની સમસ્યા દૂર થાય છે.
જેને કબજિયાતની તકલીફ હોય તેને પણ કાચા કેળાનું સવારના સમયે સેવન કરવું જોઈએ તેને ખાવાથી પાચન ક્રિયા સુધરે છે, કબજિયાત મટે છે અને શરીરમાં સ્ફૂર્તિ રહે છે.
શરીરમાં જ્યારે હોર્મોન્સનું બેલેન્સ ન જળવાય ત્યારે ઘણી સમસ્યાઓ થાય છે તેવામાં પણ કાચું કેળું તમને મદદરૂપ થઈ શકે છે. કાચુ કેળુ ખાવાથી સ્નાયુ અને નર્વસ સિસ્ટમ પણ મજબૂત રહે છે તેનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબીન પણ વધે છે.
કાચા કેળાનું સેવન કરવાથી વાયરલ રોગો સામે શરીરનું રક્ષણ થાય છે. એક સંશોધન અનુસાર કાચા કેળાનું સેવન કરવાથી શરીરમાં કેન્સરના કોષ વધતા અટકે છે. નિયમિત રીતે કાચા કેળા ખાવાથી પેટ સંબંધિત દરેક સમસ્યા દૂર થાય છે.