આ તેલની માલિશ કરવાથી સાંધાનો દુખાવો જડમૂળથી ગાયબ થઈ જશે

રતનજોત એક આયુર્વેદિક ઔષધિ છે. તેનો ઉપયોગ કરવાથી ઘણા રોગમાં લાભ થાય છે. રતનજોતના ઉપયોગથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે, વજન ઘટે છે, માથાનો દુખાવો અને સાંધાના દુખાવા પણ મટે છે.

આ સિવાય તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને શરીરમાં આવતી ખંજવાળથી પણ મુક્તિ મળે છે. તો ચાલો જણાવીએ કે આ વનસ્પતિનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેનાથી કઈ કઈ સમસ્યામાં લાભ થાય છે.

સાંધાનો દુખાવો – સાંધાનો દુખાવો એક ગંભીર સમસ્યા છે. તેનાથી શરીરના સાંધા અને સ્નાયૂ બંનેમાં દુખાવો થાય છે. તેવામાં રતનજોતનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી તેલથી દુખતા અંગ પર માલિશ કરવાથી સાંધાને અને નસોને આરામ મળે છે. તેના મૂળના પાવડરનું સેવન કરવાથી પણ સાંધાનો દુખાવો મટે છે.

માથાનો દુખાવો – રતનજોતમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. તેનાથી શરીરમાં રક્ત પરિભ્રમણ જળવાય છે. માથાનો દુખાવો પણ તેનાથી દુર થાય છે. માથાના દુખાવાથી પરેશાન હોય તો રતનજોતના મૂળનો ઉપયોગ કરવો. તેનું સેવન કરવાથી માઈગ્રેન સહિતના માથાના દુખાવા મટે છે.

ધાધર-ખંજવાળ – ધાધર, ખરજવું, ખંજવાળ જેવી ત્વચાની સમસ્યાને દુર કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. તેના મૂળ એન્ટી વાયરસ હોય છે જે કોઈપણ પ્રકારના ઈન્ફેકશનથી બચાવે છે. તેના મૂળનો પાવડર લઈ તેમાં પાણી ઉમેરી આ પેસ્ટ ત્વચા પર લગાવવાથી ધાધર મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તાવ મટાડવા માટે – તાવ મટાડવા માટે અને શરીરના તાપમાનને નિયંત્રિત કરવા માટે રતનજોતનો ઉપયોગ કરી શકાય છે. તેનું સેવન કરવાથી શરીરમાં પરસેવો થાય છે અને તેના દ્વારા શરીરના બેક્ટેરિયા દુર થાય છે.

હાર્ટ રહે છે હેલ્ધી – રતનજોતના મૂળ હૃદયને હેલ્ધી રાખે છે. તેમાં રહેલા તત્વો શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કરે છે. તેના માટે રતનજોતના મૂળને પાણીમાં પલાળી અને પછી આ પાણીનું સેવન કરો. તેનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી પદાર્થ નીકળી જાય છે. અને હાર્ટ હેલ્ધી રહે છે.

વજન ઓછું કરવા – વજન ઓછું કરવું હોય તો રતનજોતનું ચૂર્ણ બનાવી તેનો ઉપયોગ કરો. તેનું સેવન કરવાથી વજન ઝડપથી ઉતરે છે. આ પાવડરને રોજ પીવાથી શરીરને આડઅસર પણ થતી નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

બ્લડ પ્રેશર માટે – રતનજોતમાં રહેલા ઔષધીય ગુણ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરે છે. રતનજોતના મૂળમાં જે તત્વો હોય છે તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!