દૂધમાં મિક્સ કરીને પીવો આ વસ્તુ, સાંધાના દુખાવા થઈ જશે ગાયબ

દોસ્તો ચારોળીનો ઉપયોગ સામાન્ય રીતે મીઠાઈમાં કરવામાં આવે છે. ખીર, મોહનથાળ, દૂધપાક જેવી અનેક વસ્તુઓમાં ચારોળીનો ઉપયોગ કરવાથી તેનો સ્વાદ બમણો થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે, દૂધ સાથે ચારોળી નું સેવન કરવાથી શરીરને પણ ચાર ચાંદ લાગી શકે છે ?

ચારોળીનો ઉપયોગ કરવાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થઇ શકે છે. ચાલો તમને જણાવીએ તેનું સેવન કરવાથી શરીર ને કેટલા લાભ થાય છે. ચારોડી પ્રોટીન, ફાઇબર વિટામિન, કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર હોવાથી તે ઘણી સમસ્યાઓને સરળતાથી દૂર કરી શકે છે.

જો શરીરમાં સતત નબળાઈનો અનુભવ થતો હોય તો તેનાથી રાહત મેળવવા માટે ચારોળીને દૂધમાં મિક્સ કરીને દૂધ પીવું.

હોઠ નિસ્તેજ થઈ ગયા હોય તો ગુલાબની પાંદડી, દૂધની મલાઈ અને ચારોળીની પેસ્ટ બનાવીને તેને હોઠ પર લગાડવી.

ચારોળીનો ઉપયોગ કરવાથી વાળની ચમક પણ વધે છે. તેના માટે ચારોળીને નાળિયેરના તેલમાં મિક્સ કરીને બે દિવસ માટે તડકામાં સૂકવી રાખવું. ત્યાર પછી આ તેલનો ઉપયોગ વાળમાં કરવાથી વાળ નો ગ્રોથ ઝડપથી વધે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે લોકોને સંધિવા કે સાંધાના દુખાવા હોય તેમના માટે પણ ચારોળી ફાયદાકારક છે. દુખાવાથી રાહત મેળવવા માટે ચારોળીને દૂધમાં મિક્સ કરીને બરાબર ઉકાળો ત્યાર પછી તેમાં એક ચમચી હળદર મિક્સ કરો અને પછી દૂધ હૂંફાળું ગરમ હોય ત્યારે તેને પી જવું.

ત્વચા પર ખીલ હોય અને ત્વચા નિસ્તેજ થઈ ગઈ હોય તો ચારોળીને ગુલાબજળ સાથે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને ચહેરા પર લગાડવાથી ચહેરો ચમકદાર બને છે.

જો એસીડીટી કે પેટના રોગની સમસ્યા હોય તો રોજ 10 ગ્રામ ચારોડી દિવસ દરમિયાન દૂધ સાથે ખાવી. તેનાથી કફ, પિત્ત જેવી સમસ્યાઓ દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!