આજના સમયમાં મોટાભાગના લોકો એવા હશે જેને પાચન સંબંધિત ગેસ, એસિડીટી, કબજિયાતની સમસ્યા થઈ જાય છે. આ સમસ્યા આહારના કારણે થતી હોય છે. પરંતુ તે તકલીફ ખૂબ કરાવે છે. તેવામાં આજે તમને જણાવીએ એવા ઉપાયો વિશે જે આ સમસ્યાઓને તુરંત અને 100 ટકા દુર કરે છે.
ખાટા ઓડકાર, છાતીમાં બળતરા, ભૂખ ન લાગવી, પેટ સતત ભરેલું હોવાનો અનુભવ થવો ગેસ, એસિટીડી, કબજિયાતના લક્ષણો છે.
આ લક્ષણો જણાય તો તમે નીચે દર્શાવેલા ઉપાયોમાંથી કોઈપણ એક ઉપાય કરી શકો છો. તેનાથી તમને તુરંત રાહત મળશે અને સાથે જ આ ઉપાય નિયમિત કરવાથી આ સમસ્યાઓથી કાયમી મુક્તિ મળશે.
વરિયાળી – વરિયાળી પાચન સંબંધિત દરેક સમસ્યાને દુર કરે છે. જમ્યા પછી મુખવાસ તરીકે થોડી વરિયાળી ખાઈ લેવાથી ગેસ, કબજિયાત જેવી સમસ્યા દુર થાય છે.
આ સિવાય અડધા ગ્લાસ ઠંડા દૂધમાં એક ચમચી વરિયાળીનો પાવડર અને એક ચપટી એલચી પાવડર ઉમેરી દેવો. તેમાં સાકર ઉમેરી પી જવાથી એસિડીટી મટે છે.
જીરું – જીરુમાં રહેલા પોષકતત્વો પાચનતંત્ર માટે ઉત્તમ છે. પેટની સમસ્યા જણાય ત્યારે દહીંમાં શેકેલા જીરુંનો પાવડર ઉમેરીને પીવાથી ગેસની સમસ્યા દુર થાય છે.
ગળો – ગળો એસિડીટીને તુરંત દુર કરે છે. તેની છાલના ટુકડા કરી પાણીમાં ઉકાળી આ ઉકાળેલું પાણી પીવાથી એસિડીટી મટે છે.
દૂધ – ઠંડા દૂધમાં સાકર ઉમેરીની પીવાથી એસિડીટી તુરંત મટે છે. દૂધમાં રહેલા તત્વ છાતીની બળતરાને દુર કરે છે. દૂધમાં ગુલકંદ ઉમેરીને લેવાથી પણ લાભ થાય છે.
ફુદીનો – ફુદીનો પેટ માટે લાભકારી છે. મસાલેદાર ભોજન કર્યા પછી પેટમાં બળતરા થતી હોય તો ફુદીનાના પાન ચાવીને ખાવાથી પેટની બળતરા શાંત થાય છે. લીંબુમાં પાણી અને પીસેલા ફુદીનાના પાન ઉમેરવા અને તેને પી જવું.
પપૈયુ – પપૈયું ખાવાથી પેટની બધી જ સમસ્યા દુર થાય છે. તેમાં પેક્ટિન નામનું તત્વ હોય છે જે પેટ માટે લાભકારી છે. તેનું સેવન કરવાથી એસિડીટી થતી નથી અને કબજિયાત પણ મટે છે.
આમળા – આમળા વિટામીન સીથી ભરપુર હોય છે. જે પાચનક્રિયામાં મદદ કરે છે. તેના માટે રોજ 2-3 આમળાનું સેવન કરવું. તેનાથી પેટની સમસ્યા દુર થાય છે.
આદુ – આદુનું સેવન કરવાથી પાચનની સમસ્યા દુર થાય છે. તેનાથી છાતીમાં બળતરા જેવી સમસ્યા પણ મટી જાય છે. ભોજન પછી રોજ એક ચમચી આદુનો રસ, એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી પી જવો.