વરિયાળી અનેક ઔષધિય ગુણોથી ભરપુર હોય છે. તેનું સેવન જમ્યા પછી એક ચમચી કરી લેવાથી પણ શરીરની ઘણી સમસ્યાઓ દુર થઈ જાય છે.
વરિયાળી તંતુમય હોય છે. ભોજન પછી તેને ખાવાથી ખાધેલો ખોરાક સરળતાથી પચી જાય છે. આ સિવાય પણ વરિયાળીનું સેવન કરવાથી ઘણા લાભ થાય છે ચાલો જણાવીએ તેના વિશે વિગતવાર.
પાચન માટે – વરિયાળીમાં ફાયબર ભરપુર હોય છે. વરિયાળીને શેકીને જમ્યા પછી ખાવાથી શરીરની પાચનશક્તિ સુધરે છે. તેને મુખવાસ તરીકે ખાવાથી પાચન બરાબર રહે છે. વરિયાળી અને સાકર જમ્યા પછી ખાવાથી કબજિયાત, એસિડીટી અને ગેસ થતા નથી.
યાદશક્તિ વધે છે – વરિયાળી, બદામ, સાકર સમાન માત્રામાં લઈ તેને વાટી અને પાવડર બનાવી લો. હવે જમ્યા પછી આ પાવડર લેવાથી યાદશક્તિ વધે છે. વરિયાળીને દૂધમાં ઉમેરી સુતા પહેલા લેવાથી ઊંઘ સારી આવે છે.
મોઢાના ચાંદા – મોઢામાં ચાંદા પડવાની સમસ્યા હોય તો વરિયાળીનો પાવડર પાણીમાં ઉમેરી તેના વડે કોગળા કરવા. તેનાથી ચાંદા મટે છે. આ સિવાય તમે પાણીમાં વરિયાળી ઉકાળી આ પાણી પી પણ શકો છો. તેનાથી પેટની ગરમી દુર થાય છે અને ચાંદા મટે છે.
નબળાઈ – શરીરની નબળાઈ અને અકારણ લાગતો થાક દુર કરવા માટે વરિયાળી અને સાકરને સમાન માત્રામાં લઈ તેને પીસી સવારે તેમજ સાંજે લેવાથી શરીરની નબળાઈ દુર થાય છે.
ત્વચા માટે – વરિયાળીનું સેવન કરવાથી ત્વચાના ખીલ, ડાઘની સમસ્યા પણ દુર થાય છે. તેના માટે એક ચમચી વરિયાળીને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. તે ઠંડુ પડી જાય પછી તેની પેસ્ટ કરી લો અને ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી ચહેરો સાફ કરી લો.
વજન ઘટે છે – વરિયાળીનું સેવન કરવાથી શરીરની વધારાની ચરબી દુર થાય છે. રોજ વરિયાળીના પાવડરને હુંફાળા ગરમ પાણી સાથે દિવસમાં 2 વખત લેવાથી શરીરની ચરબી ઉતરે છે અને વજન પણ ઘટે છે.
મોંની દુર્ગંધ – મોંમાંથી આવતી દુર્ગંધને દુર કરવા માટે વરિયાળીનો ઉપયોગ કરી શકાય છે. તેનું સેવન કરવાથી મોઢાના બેક્ટેરિયા દુર થાય છે.
આંખને ઠંડક આપે છે – વરિયાળીનું સેવન કરવાથી આંખને ઠંડક મળે છે. વરિયાળી અને સાકર સમાન માત્રામાં લઈ તેનો પાવડર સવારે અને સાંજે પાણી સાથે લેવો. તેનાથી આંખ તંદુરસ્ત થાય છે.
માથાનો દુખાવો – વરીયાળી, ધાણા અને સાકરને સમાન માત્રામાં લઈ તેને પીસી અને બરાબર મિક્સ કરો. તેને સવારે અને સાંજે નિયમિત લેવાથી માથાનો દુખાવો મટે છે.