આજના સમયમાં નાની ઉંમરમાં લોકોને હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી સમસ્યા થઈ જાય છે. તેની પાછળ સ્ટ્રેસ અને ખરાબ જીવનશૈલી અને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યા જવાબદાર હોય છે. આવી સમસ્યાથી એક છે લોહીનું ગંઠાવું કે જાડું થવું.
જ્યારે શરીરમાં લોહી પાતળું ન રહે અને તે ગંઠાવા લાગે ત્યારે જીવનું જોખમ ઊભું થાય છે. લોહી પાતળું હોય તે જરૂરી છે. તેનાથી શરીરના દરેક અંગ સુધી રક્તસ્ત્રાવ સારી રીતે પહોંચે છે. પરંતુ જો નસોમાં લોહી જામવા લાગે એટલે કે જાડુ થઈ જાય તો તે ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે.
લોહી જાડું થતું હોય તો રોજ કેટલીક દવાઓ ખાવી પડે છે. પરંતુ તમે કેટલાક ઘરગથ્થુ ઈલાજ કરીને પણ રક્તને જામતું અટકાવી શકો છો. કેવી રીતે કરવું આ કામ ચાલો જણાવીએ તમને વિગતવાર.
જ્યારે શરીરમાં લોહી જાડું થતું હોય તો આંખે ઝાંખુ દેખાવું, ચક્કર આવવા, માસિક સમયે ઓછો રક્તસ્ત્રાવ, માથાનો દુખાવો, વા જેવી સમસ્યા થાય છે. પરંતુ જો તમે સમયસર જીવનશૈલીમાં ફેરફાર કરો તો તમે આ સમસ્યાથી બચી શકો છો. તમારે કેટલીક વસ્તુઓનું સેવન કરવું જોઈએ તેનાથી રક્ત પાતળુ રહે છે.
હળદર – રક્તને ગંઠાતુ હળદર અટકાવે છે. તેના માટે અઠવાડિયામાં 2, 3 વખત હળદરવાળુ દૂધ પીવું જોઈએ.
લસણ – લસણના એન્ટી ઓક્સીડન્ટ ગુણ પણ શરીરમાંથી ફ્રી રેડીકલ્સને દુર કરે છે. જેનાથી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે. તેનાથી રક્ત પ્રવાહ સંતુલિત રહે છે અને રક્ત જામતું પણ અટકે છે. તેના માટે રોજ સવારે એક કળી લસણની ગળી જવી જોઈએ. આ સિવાય તમે દૂધી, અજમા અને ફુદીનાનો પણ ઉપયોગ કરી શકો છો.
આદુ – આદુ પણ લોહીને પાતળું કરે છે. તેમાં એસીટાઈલ એસીસીટેડ એસિડ હોય છે જે સ્ટ્રોકને અટકાવવામાં મદદ કરે છે. તેનાથી રક્ત પાતળું રહે છે.
ફાયબરવાળો ખોરાક – ફાયબરવાળો ખોરાક લેવાથી પણ રક્ત પાતળું રહે છે. તેથી દૈનિક આહારમાં બ્રાઉન રાઈસ, મકાઈ, ગાજર, મૂળા, સફરજનનો સમાવેશ કરવો.
આ સિવાય જીવનશૈલીમાં આ ફેરફાર પણ કરો
આ ઉપાયો કરવાની સાથે દિવસમાં વોક કરવાનું પણ રાખો. સવારે સૂર્યોદય સમયે વોક કરવાથી શુદ્ધ ઓક્સિજન શરીરમાં જાય છે જે આરોગ્ય માટે ઉપયોગી છે.
આ સાથે જ ઊંડા શ્વાસ લેવાની એક્સરસાઈઝ પણ કરવી જોઈએ. તેનાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. લોહી શુદ્ધ રહે તે માટે શરીરની ડેડ સ્કીનને પણ સાફ કરો અને સાથે જ પરસેવો થાય તેવી કસરત કરવી.