વાળ સુંદર અને કાળા રહે તે માટે માત્ર યુવતીઓ જ નહીં પરંતુ યુવકો પણ અનેક પ્રકારની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. વાળની કાળજી રાખવા માટે લોકો મોંઘી પ્રોડક્ટ પણ વાપરે છે.
ટ્રીટમેન્ટ અને કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાના કારણે વાળ થોડા સમયમાં ખરાબ થવા લાગે છે. વાળને થતાં નુકસાનના કારણે વાળ ઝડપથી સફેદ થવા લાગે છે.
સફેદ વાળ ઉપરાંત ખરતા વાળ, વાળમાં ખોડો જેવી અલગ અલગ સમસ્યાઓ પણ થઈ જતી હોય છે. તેવામાં વાળની આ બધી જ સમસ્યાઓને દૂર કરે અને તે પણ કોઈપણ પ્રકારની આડઅસર વિના તેવો એક અસરકારક ઉપાય આજે તમને જણાવીએ.
વર્તમાન સમયમાં ખરતા વાળ અને સફેદ વાળની સમસ્યા ખૂબ જ ગંભીર થઈ ગઈ છે. નાની ઉંમરના લોકોને પણ આ સમસ્યા સતાવે છે. તેમાં જો વાળ સફેદ થવા લાગે તો ચિંતા બમણી થઇ જાય છે.
આ સમસ્યાઓ થવાનું મુખ્ય કારણ એ જીવનશૈલી અને આહાર શૈલી છે. લોકોની અનિયમિત જીવનશૈલી અને પોષણયુક્ત આહાર નો અભાવ વાળને ખૂબ જ ગંભીર રીતે અસર કરે છે અને વાળ સફેદ થવા લાગે છે. આ સમસ્યાથી યુવાનો ચિંતિત રહે છે. પરંતુ આજે આ ચિંતા નો છેલ્લો દિવસ હશે.
આજે તમને વાળને કુદરતી રીતે કાળા કરે તેવું તેલ બનાવવાની રીત જણાવીએ. આ તેલ તમે ઘરે બનાવી શકો છો અને તેનો ઉપયોગ કરવાથી સફેદ વાળની સાથે ખરતા વાળ અને વાળની અન્ય સમસ્યાઓ પણ દૂર થશે.
વાળને કુદરતી રીતે કાળા કરવા માટે કપૂરના તેલનો ઉપયોગ કરવાનો છે. કપૂરના તેલનો ઉપયોગ કરવાથી સફેદ વાળની સમસ્યા સાથે ખોડાની અને અન્ય પ્રકારની તકલીફો પણ દૂર થાય છે.
કપૂર ખૂબ જ પવિત્ર અને ઔષધિ સમાન વસ્તુ છે તેનો ઉપયોગ પૂજાપાઠમાં પણ કરવામાં આવે છે. કપૂરનો ઉપયોગ કરવાથી વાળની સમસ્યાઓ દૂર થાય છે અને વાળનો ગ્રોથ પણ વધે છે.
કપૂરના તેલમાં પણ અનેક ઔષધીય ગુણ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ તેલ માથામાં લગાડીને માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ સારી રીતે થાય છે. સાથે જ કપૂર ના ગુણ વાળનો ગ્રોથ વધારે છે અને સફેદ વાળને પણ કાળા કરે છે.
સફેદ વાળની સમસ્યાથી મુક્તિની સાથે જો તમારે વાળને મુલાયમ અને સિલ્કી બનાવવા હોય તો નારિયેળનું તેલ અને કપૂરનું તેલ મિક્સ કરીને તેનો ઉપયોગ કરો. બંને તેલના મિશ્રણથી માથામાં મસાજ કરવાથી વાળ મુલાયમ થઈ જાય છે.
ખરતા વાળની સમસ્યાને કાયમી દૂર કરવી હોય તો પોષણયુક્ત આહાર લેવાનું રાખો અને રોજ 10 મિનિટ માટે કપૂરના તેલથી માથામાં માલીશ કરવાનું શરુ કરો.
ખરતા વાળ અને માથામાંથી ખોડો દૂર કરવો હોય તો કપૂરના તેલમાં લીંબુનો રસ ઉમેરીને આ મિશ્રણથી વાળના મૂળમાં મસાજ કરો તેનાથી આ બંને સમસ્યા તુરંત મટે છે.