છાતીમાં ચોંટેલો ગમે તેવો કફ બહાર કાઢવા અપનાવો આ ઉપાય

મિત્રો કોરોના વાયરસની એક પછી એક લહેરમાં લોકોને શરદી ઉધરસ કફ જેવી સમસ્યાઓ વધારે પ્રમાણમાં રહેલી. ઘણા લોકોને તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી.

છાતીમાં જામેલો કફ, ઉધરસ જેવી ઘણી તકલીફો કાયમી થઈ ગઈ છે. ત્યારે આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ કે જે તમારા શરીરમાં જામેલા કફને બહાર કાઢશે.

જો ગળામાં કે છાતીમાં કફ જામી ગયો હોય અને અનેક પ્રયત્નો છતાં તે નીકળતો ન હોય તો બે ચમચી લીંબુના રસમાં મધ ઉમેરીને હૂંફાળા ગરમ પાણી સાથે તેનું સેવન કરી જવું. મધ અને લીંબુ ગળામાંથી કફને બહાર કાઢે છે.

છાતીમાં જામેલા કફને છૂટો પાડીને બહાર કાઢવો હોય તો નાળિયેરનું તેલ ગરમ પાણીમાં ઉમેરી ને તેનાથી વરાળ લેવાનું રાખો. આ સિવાય જો વારંવાર નાક બંધ થઈ જતું હોય ત્યારે પણ આ રીતે નાસ લેવાથી લાભ થાય છે.

નાસ લેવા માટે એક તપેલીમાં પાણી ઉકાળી તેમાં નાળિયેરના તેલના બે ટીપા ઉમેરીને માથે ટુવાલ વીંટી વરાળ નાક અને મોં પર આવે તે રીતે રાખવો અને નાક અને મોઢા વાટે વરાળ શરીરમાં જાય તેમ લેવી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે સુકી ઉધરસથી પરેશાન હોય તો અરડૂસીનો ઉપયોગ કરી શકો છો. તેના માટે અરડૂસી ના પાનની પેસ્ટ બનાવી તેને પાણી સાથે મિક્સ કરો. આ પાણીનું સેવન કરવાથી સૂકી ઉધરસ મટે છે. છાતી માં જામેલો કફ પણ બહાર નીકળે છે.

અરડૂસી ના પાન ને તેલ લગાવી ગરમ કરો. ગરમ પાન છાતી અને પીઠ ના ભાગ માં લગાવી દો તેનાથી ઉધરસ તો મટશે જ અને સાથે સાથે છાતી માં રહેલો કફ પણ બહાર નીકળશે.

હળદરનો ઉપયોગ કરીને પણ કફ અને શરદી થી મુક્તિ મેળવી શકાય છે. તેના માટે દૂધને ઉકાળી તેમાં હળદર ઉમેરીને તેનું સેવન કરવું. હળદર, લીંબુ નો રસ અને મીઠું પાણી માં મિક્સ કરી નવશેકું ગરમ કરી ને પી જવું. જેનાથી ગમે તેવો કફ બહાર નીકળી જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

લસણનું સેવન કરવાથી પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. તેના માટે પાણી અને થોડું ગરમ કરી તેમાં લીંબુનો રસ કાળા મરીનો પાવડર અને મીઠું ઉમેરી બરાબર ઉકાળો. આ પાણીને પીવાથી ગળામાં જામેલો કફ દૂર થાય છે.

એક ચમચી આદુનો રસ પીવાથી શરદી અને કફ મટે છે. આ સિવાય તમે પાણીમાં આદુની પેસ્ટ ઉકાળીને તેને ગાળીને પણ પી શકો છો. આ પાણી પીવાથી પણ કફમાં તુરંત જ ફરક દેખાશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!