1 મહિનામાં 10 કિલો વજન ઉતારવું હોય તો કરી લો આ ઉપાય

દોસ્તો આજના સમયમાં દરેક વ્યક્તિ હેલ્ધી રહેવા માંગે છે. સાથે જ શરીરની ફિટનેસ પણ ઇચ્છે છે. સ્વસ્થ શરીર અને સ્લિમ ફિગર હોય તેના માટે પેટ પર જામેલી ચરબીને દૂર કરવી જરૂરી છે. પેટ પર જામેલી ચરબી દેખાવને તો ખરાબ કરે જ છે પરંતુ સાથે જ ઘણી બિમારીઓનું કારણ પણ બને છે.

વજન ઉતારવું ઘણા લોકોને મુશ્કેલ કામ લાગે છે. કારણ કે તેમાં હેલ્ધી ડાયટ ફોલો કરવી પડે કસરત કરવી પડે. પરંતુ પેટની ચરબી ઉતારવા માટે તમે કેટલાક ઉપાયો પણ કરી શકો છો.

ઘણી વખત ડાયટ પ્લાન ફોલો કરવાથી પણ જેટલી અસર થતી નથી એટલી અસર આ ઉપાયો કરવાથી થઇ જાય છે. તો ચાલો તમને જણાવીએ કે એવી વસ્તુઓ કઈ છે જેનું સેવન કરવાથી વજન અને પેટની ચરબી ઝડપથી ઊતરે છે.

1. પેટ પર જામેલી ચરબી ઉતારવી હોય તો નિયમિત રીતે એક નારીયેળનું પાણી પીવાનું રાખો. નાળીયેરનું પાણી પીવાથી પેટ પર જામેલી ચરબી ઉતરે છે કારણકે નારિયેળમાં અનેક પોષક તત્વો હોય છે. નારિયેળમાં કેલ્શિયમ સોડિયમ પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે જે પેટ પર જામેલી ચરબીને ઓછી કરે છે.

2. પેટની ચરબીને ઉતારવાની હોય તો દૈનિક આહારમાં કઠોળ નો પણ ઉપયોગ કરવો. સવારના સમયે ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે અને ચરબી ઝડપથી ઊતરે છે. કઠોળનું સેવન કરવાથી સ્નાયુને પણ મજબૂતી મળે છે. સવારે તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને વજન વધતું અટકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

3. વારંવાર ભૂખ લાગતી હોય તો બદામ ખાવાની આદત રાખો. બદામ ખાવાથી ભૂખ ઓછી લાગે છે જેના કારણે તમે જંકફૂડથી દૂર રહો છો. બદામ ખાવાથી હૃદય સંબંધિત બીમારી પણ દૂર થાય છે અને પેટની ચરબી ઉતારવાનું કામ પણ સરળ બની જાય છે.

4. પેટની ચરબી ઝડપથી ઉતારવી હોય તો રોજની ડાયટમાં કેળાનો સમાવેશ કરો. કેળા પોટેશિયમથી ભરપૂર હોય છે તે ફાઈબર પણ સારો સ્ત્રોત છે. તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ લેવલ વધે છે અને વારંવાર ભૂખ લાગતી નથી. જેના કારણે વધતું વજન અટકે છે અને ચરબી ઝડપથી ઊતરે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!