તમારે પણ વારંવાર દવાખાને જવું પડતું હોય તો 5 મિનિટ આ વાંચી લેજો

દોસ્તો આપણે બધા જાણીએ છીએ કે ફળો અને શાકભાજીના સેવનથી સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ફળો અને શાકભાજીની સાથે ફળો અને શાકભાજીની છાલ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. હા, ઘણા એવા ફળ અને શાકભાજી છે, જેની છાલનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે થાય છે.

કારણ કે ફળો અને શાકભાજીની છાલ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ફળો અને શાકભાજીની છાલમાં સારી માત્રામાં ફાઈબર હોય છે. આ ઉપરાંત તે એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી પણ ભરપૂર છે.

જે સ્વાસ્થ્ય અને ત્વચાની દ્રષ્ટિએ ફાયદાકારક સાબિત થાય છે. તો ચાલો આપણે જાણીએ કે કયા ફળો અને શાકભાજીની છાલ ફાયદાકારક સાબિત થાય છે.

બટાકાની છાલ :- બટેટાનું શાક ખાવાનું દરેકને પસંદ હોય છે. બટાકા વગર શાકભાજી અધૂરી લાગે છે. પરંતુ મોટાભાગના લોકો બટાકાની છાલ છોલીને ફેંકી દે છે, પરંતુ શું તમે જાણો છો કે બટાકાની છાલ વિટામિન સી, બી6, પોટેશિયમ, મેંગેનીઝ અને કોપર તત્વોથી ભરપૂર હોય છે. તેથી જો તમે બટાકાનું શાક છાલ સાથે ખાઓ તો તેનાથી ઘણી બીમારીઓ દૂર થાય છે.

કાકડીની છાલ :- લોકો કાકડીને વારંવાર છોલીને ખાવાનું પસંદ કરે છે. પરંતુ જો તમે જાણો છો કે કાકડીની છાલ પોષક તત્વોથી ભરપૂર હોય છે. કાકડી ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને આંખો ના ચશ્મા પણ દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કાકડીની છાલમાં ફાઈબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન K જેવા તત્વો મળી આવે છે. તેથી, જો તમે તેને છાલ સાથે સેવન કરો છો, તો તે વજનને નિયંત્રણમાં રાખે છે. આ ઉપરાંત પાચનતંત્ર પણ મજબૂત બને છે.

મૂળાની છાલ :- મૂળાની સાથે મૂળાની છાલ પણ સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાઓ લાવે છે. પરંતુ મૂળાને છોલી સાથે ખાવાથી મૂળાનો સ્વાદ થોડો કડવો થઈ જાય છે પણ જો તમે મૂળાને છાલ સાથે ખાઓ તો પાચન સારું રહે છે, હાડકાં મજબૂત બને છે. તે અન્ય ઘણી શારીરિક સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે.

રીંગણની છાલ :- રીંગણના સેવનથી સ્વાસ્થ્યને જ ફાયદો નથી થતો, સાથે જ રીંગણની છાલ પણ અનેક રોગોને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે. તેથી રીંગણનું શાક હંમેશા છાલ સાથે જ ખાવું જોઈએ. રીંગણને છાલ સાથે ખાવાથી તેમાં રહેલા ફાઈબર્સ કોષોનું રક્ષણ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કેળાની છાલ :- કેળાની છાલનો ઉપયોગ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કેળાની છાલમાં એન્ટી-માઈક્રોબાયલ અને એન્ટી-ઓક્સીડેન્ટ જેવા તત્વો મળી આવે છે, જે પિમ્પલ્સ અને કરચલીઓ જેવી ફરિયાદોને દૂર કરવામાં મદદ કરે છે.

નારંગીની છાલ :- નારંગીની છાલના ઉપયોગથી ત્વચા માટે ઘણા ફાયદા થાય છે. તેથી, જો તમે નારંગીની છાલનો પાવડર બનાવીને ચહેરા પર લગાવો છો, તો તે ત્વચાને લગતી સમસ્યાઓ જેવી કે ડાઘ, ટેનિંગ દૂર કરે છે. તેની સાથે ચહેરા પર ગ્લો પણ આવે છે.

સફરજનની છાલ :- ઘણા લોકો સફરજનની છાલ કાઢીને ખાવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે સફરજનની છાલ ફાઈબરથી ભરપૂર હોય છે. તેથી જો તમે સફરજનને તેની છાલ સાથે ખાઓ છો તો તે હૃદયને સ્વસ્થ રાખે છે. આ સાથે કેન્સરનું જોખમ ઓછું થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!