દોસ્તો બદામનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા આપી શકે છે. કારણ કે બદામ પોષક તત્વોથી ભરપૂર હોય છે. બદામ નું સેવન કરવાથી યાદશક્તિ માં પણ વધારો થાય છે. બદામ માં બધા જ વિટામિન, પોષક તત્ત્વો પણ હોય છે.
વળી, બદામનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે. તેમજ શરીર પણ સ્વસ્થ રહે છે. પરંતુ શું તમે જાણો છો કે બદામ સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.
હા, બદામનો ફેસ પેક ચહેરા પર લગાવવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ જેવી કે પિમ્પલ્સ, ડાઘ-ધબ્બા દૂર થાય છે. તેની સાથે ત્વચા પર ગ્લો પણ આવે છે. કારણ કે બદામમાં વિટામીન E અને વિટામિન Cની સાથે સાથે ઘણા એન્ટી ઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.
સામાન્ય રીતે હવામાનના બદલાવને કારણે અથવા પ્રદૂષણના કારણે લોકોની ત્વચા ડ્રાય થઈ જાય છે. જેના કારણે ત્વચા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ જો તમે બદામ અને દૂધનો ફેસ પેક ચહેરા પર લગાવો છો તો તેનાથી ત્વચાને ભેજ મળે છે.
આ ફેસ પેક બનાવવા માટે બદામના પાવડરમાં દૂધ મિક્સ કરીને ચહેરા પર 10 મિનિટ સુધી લગાવવું જોઈએ. ત્યારપછી ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ લેવો જોઈએ.
ઉનાળામાં તડકો અને હાનિકારક યુવી કિરણો ત્વચાને નુકસાન પહોંચાડે છે. જેના કારણે ટેનિંગ, પિગમેન્ટેશન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ જો તમે બદામનો ફેસ પેક લગાવો છો, તો તે હાનિકારક યુવી કિરણોને કારણે થતા નુકસાનને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
આ ફેસ પેક બનાવવા માટે બદામના પાવડરમાં હળદર, ચણાનો લોટ અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરવી જોઈએ. ત્યારબાદ આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ સુધી લગાવવી જોઈએ. આ પછી ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લેવો જોઈએ.
તૈલીય ત્વચાવાળા લોકો માટે બદામનો ફેસ પેક ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે આ ફેસ પેક લગાવવાથી ત્વચા પર હાજર વધારાનું તેલ દૂર થઈ જાય છે. આ ફેસ પેક બનાવવા માટે, એક ચમચી બદામના પાવડરમાં એક ચમચી મુલતાની માટી મિક્સ કરો અને પેસ્ટ બનાવો, પછી ચહેરા પર 10 મિનિટ માટે લગાવો.
જે લોકોને ખીલની સમસ્યા હોય તો બદામ અને ગુલાબજળનો ફેસ પેક ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે આ ફેસ પેક લગાવવાથી ખીલની સમસ્યા દૂર થઈ જાય છે.
આ ફેસ પેક બનાવવા માટે એક ચમચી બદામના પાઉડરમાં બે ચમચી ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. ત્યાર પછી ચહેરા પર 15 મિનિટ સુધી લગાવો અને પછી ચહેરો ધોઈ લો.
ડાઘની ફરિયાદ દૂર કરવા માટે બદામ અને દહીંનો ફેસ પેક ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ફેસ પેક બનાવવા માટે બદામના પાઉડરમાં દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. ત્યારપછી પેસ્ટને ચહેરા પર 15-20 મિનિટ માટે લગાવો અને ત્યાર બાદ ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો.