આહાર આપણા માટે ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને સવારનો નાસ્તો. ઘણી વખત સવારે જાગીએ ત્યારે અતિશય ભૂખ લાગી હોય છે તેવામાં આપણે જે હાથમાં આવે તે ખાઈ લેતા હોય છે. પરંતુ આવું કરવું જોઈએ નહીં. કેટલીક વસ્તુઓ વિશે જાણી લો જેને ભૂખ લાગી હોય ત્યારે ખાવી જોઈએ નહીં.
એવોકાડો – એવોકાડો પોષકતત્વોથી ભરપુર હોય છે. તેનાથી પાચનતંત્ર એકદમ તંદુરસ્ત રહે છે પરંતુ જ્યારે અતિશય ભૂખ લાગી હોય ત્યારે તેને ખાવું જોઈએ નહીં.
તેનાથી પાચનતંત્ર ખરાબ થઈ શકે છે. તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે પરંતુ ભૂખ લાગી હોય ત્યારે તેને ખાવાથી ઉલટી, ઝાડા જેવી સમસ્યા થઈ શકે છે.
કાચું શાક – કાચું શાક ખાવાથી પણ સ્વાસ્થ્યને લાભ થાય છે. ભૂખ્યા પેટ કાચું શાક ખાવાથી શરીરને નુકસાન થાય છે. તેનાથી પાચનતંત્રમાં સમસ્યા થાય છે. કાચા શાક ખાવાથી પેટમાં દુખાવો, કબજિયાત, ગેસ થઈ શકે છે. તેથી કાચું શાક ભૂખ લાગે ત્યારે ખાવાથી બચવું.
એનર્જી બાર – એનર્જી બાર શરીરને ઊર્જાથી ભરી દેતી હોય છે પરંતુ જ્યારે ભૂખ લાગી હોય ત્યારે તેને ખાવાથી પાચનતંત્ર બગડી શકે છે. તેનાથી પેટમાં દુખાવો, સોજો વગેરે થાય છે. તેથી ખાલી પેટ ક્યારેય તેને ખાવું જોઈએ નહીં.
સલાડ – સલાડ ખાવું આરોગ્ય માટે લાભકારી છે પરંતુ ખાલી પેટ સલાડ ખાવાથી લાભ થવાને બદલે નુકસાન થાય છે. ભૂખ્યા પેટ સલાડ ખાશો તો પેટમાં ગેસ, હાર્ટબર્ન જેવી સમસ્યા થઈ શકે છે.
કેળા અને સફરજન – ભૂખ્યા પેટ કેળા અને સફરજન ખાવાથી શુગર લેવલ વધી જાય છે. તેનાથી શાક અને નબળાઈ અનુભવાય છે. ખાલી પેટ સફરજન ખાવાથી બ્લડ પ્રેશર પણ વધે છે.
ચા અને કોફી – ચા અને કોફીમાં કેફીન વધારે હોય છે તેનું સેવન ખાલી પેટ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. ખાલી પેટ જ્યારે ભૂખ લાગી હોય ત્યારે ચા કે કોફી લેવા જોઈએ નહીં તેનાથી પાચનતંત્ર બગડી શકે છે. તેનું સેવન બ્રેડ કે બિસ્કીટ સાથે જ કરવું.
રેડ મીટ – રેડ મીટ પ્રોટીનથી ભરપુર હોય છે. તેનું સેવન કરવાથી શરીરની પ્રોટીનની જરૂરીયાત પુરી થાય છે પરંતુ તેનું સેવન ભૂખ લાગી હોય ત્યારે એટલે ખાલી પેટ કરશો તો ઉલટી, ઝાડા થઈ શકે છે. કારણ કે તેના પાચનમાં સમય લાગે છે.
પ્રોટીન શેક – પ્રોટીનશેક પણ પ્રોટીનથી ભરપુર હોય છે. પરંતુ તેનું સેવન પણ ખાલી પેટ કરવું જોઈએ નહીં. તેનઆથી ભૂખ શાંત તો થાય છે પરંતુ તેને ભૂખ્યા પેટ લેવાથી હાડકાને અને કિડનીને નુકસાન થાય છે.