આ ઉપચારથી પ મિનિટમાં પેટનો ગમે તેવો દુખાવો થઇ જશે ગાયબ

ફાસ્ટ ફૂડનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી ઘણીવાર પેટમાં દુખાવાની સમસ્યા થઈ જાય છે. પેટમાં દુખાવો વ્યક્તિને ખૂબ સમસ્યા કરાવે છે.

પેટના દુખાવાની ફરિયાદનું મુખ્ય કારણ પાચનક્રિયામાં આવેલી ખલેલ હોય છે. પાચનક્રિયાની સમસ્યાને કેટલાક આયુર્વેદિક ઈલાજથી તુરંત દુર કરી શકાય છે.

આજે તમને એવા ઘરગથ્થુ ઉપચાર જણાવીએ જેને કરવાથી માત્ર 5 મિનિટમાં પેટની સમસ્યા જેવી કે ગેસ, એસિટીડી, અપચો અને પેટનો દુખાવો દુર થાય છે. તો ચાલો જાણી લો કે કયા છે પેટનો દુખાવો દુર કરતાં આયુર્વેદિક ઈલાજ.

પેટનો દુખાવો કોઈપણ કારણે થઈ શકે છે. જેમકે વાસી ખોરાક ખાધો હોય, ખાધેલો ખોરાક પચ્યો ન હોય, વધારે પ્રમાણમાં ફાસ્ટ ફુડનું સેવન, નબળી પાચનશક્તિ, અધકચરું ચાવીને ભોજન કર્યું હોય, કે જમ્યા પછી તુરંત વધારે પ્રમાણમાં પાણી પી લીધું હોય. આ સ્થિતિમાં પેટનો દુખાવો થઈ શકે છે.

જો અચાનક પેટનો દુખાવો વધી જાય છે અને તેને દવા વિના દુર કરવો હોય તો આ ઉપાય કરીને તેને તમે મટાડી શકો છો. આ ઘરેસૂ નુસખાથી કોઈ નુકસાન થતું નથી અને તમને દુખાવાથી 5 મિનિટમાં મુક્તિ મળી જશે. તો ચાલો જાણીએ કયા છે અસરકારક દેશી ઈલાજ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

1. પેટના દુખાવાને દુર કરવા માટે અજમો અને સંચળનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે એક ચપટી અજમો લેવો અને તેને હથેળીથી બરાબર મસળી તેમાં થોડું સંચળ ઉમેરી અને તુરંત ખાઈ જવું. તેના ઉપર હુંફાળું ગરમ પાણી પી લેવું.

2. આદુ પણ પેટનો દુખાવો તુરંત દુર કરે છે. તેના માટે એક નાનો ટુકડો આદુનો લેવો અને તેનો રસ કાઢી તેમાં થોડું મધ ઉમેરી અને પી જવું. તેનાથી પણ પેટનો દુખાવો મટે છે.

3. હિંગ પાચન માટે અતિ ગુણકારી છે. આયુર્વેદમાં હિંગને પેટની સમસ્યા માટે અકસીર ઈલાજ ગણવામાં આવે છે. તેનાથી પેટનો દુખાવો, અપચો જેવી સમસ્યા તુરંત દુર થાય છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી હિંગ ઉમેરીને પીવાથી પેટનો દુખાવો મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

4. પાચન સંબંધિત સમસ્યાના કારણો જો પેટમાં દુખાવો રહેતો હોય તો દહીં પણ ઉત્તમ ઈલાજ છે. દહીંમાં રહેલા હેલ્ધી બેક્ટેરિયા પાચનની સમસ્યાને દુર કરે છે. તેના માટે એક વાટકી દહીંમાં કોથમીરનો એક ચમચી રસ ઉમેરી તેનું સેવન કરવું.

5. તુલસીનો રસ પીવાથી પણ પેટનો દુખાવો મટે છે. આ સિવાય તુલસીના પાનને તમે પાણીમાં ઉકાળી તે પાણી પણ પી શકો છો. તેનાથી પેટનો દુખાવો તુરંત દુર થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!