તમારું બીપી પણ કંટ્રોલમાં આવતું નથી તો કરી લો આ ઉપાય

 

વર્તમાન સમયમાં મોટાભાગના લોકો હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી પીડિત હોય છે. બ્લડપ્રેશરની સમસ્યા ખૂબ ગંભીર સમસ્યા છે. તેનાથી હાર્ટ સુધી રક્ત પહોંચાડતી ધમનીઓ પર પ્રેશર વધે છે. તેનાથી રક્ત સંચારમાં બાધા ઉત્પન્ન થાય છે. જેના કારણે હૃદયને વધારે પ્રેશર લગાવવું પડે છે.

હાઈ બ્લડ પ્રેશરના કારણે હાર્ટ એટેક, બ્રેન સ્ટ્રોક જેવી સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે. તેથી જ જરૂરી છે કે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં આવે. બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરવાના ઘરેલું ઈલાજ આજે તમને જણાવીએ. તેને કરવાથી દવા વિના બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરી શકાય છે.

લસણ – લસણનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા દુર કરી શકાય છે. તેમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ શરીરના ફ્રી રેડિકલ્સને દુર કરવાનું કામ કરે છે. તેનાથી બ્લડ પ્રેશર નોર્મલ રહે છે. તેનાથી રક્ત પ્રવાહ પણ સંતુલિત થાય છે. સાથે જ લસણ ખાવાથી રક્ત પણ પાતળું રહે છે.

વધારે પાણી પીવું – હાઈ બ્લડપ્રેશરની સમસ્યામાં સોડીયમયુક્ત આહાર ટાળવો અને પાણી વધારે પીવું જોઈએ. વધારે પાણી પીવાથી શરીરમાં રહેલું વધારાનું સોડીયમ શરીરમાંથી નીકળી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ત્રિફળા – ત્રિફળા ચૂર્ણ શરીરના ઘણા રોગની સાથે હાઈ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં કરે છે. ત્રિફળાનું સેવન કરવાથી લાભ થાય છે. ત્રિફળા એક આયુર્વેદિક દવા છે જે બીપીને કંટ્રોલમાં કરે છે.

તેનાથી હૃદય રોગથી પણ બચી શકાય છે. તેના માટે રાત્રે સુતા પહેલા હુંફાળા પાણી સાથે ત્રિફળા ચૂર્ણ લેવું. એ અઠવાડિયું ત્રિફળા લેવાથી હાઈ બીપીની સમસ્યા દુર થાય છે.

પોટેશિયમ યુક્ત આહાર લેવો – આહારમાં પોટેશિયમ યુક્ત વસ્તુઓનું સેવન વધારે કરવું. નિયમિત 2થી 4 હજાર મીલીગ્રામ પોટેશીયમયુક્ત આહાર લેવાથી હાઈ બ્લડપ્રેશરથી બચી શકાય છે. તેના માટે ટામેટા, તરબૂચ, બટેટા, સૂકામેવાનું સેવન કરવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

વ્યસનથી દૂર રહો – દારું, ધુમ્રપાન જેવા વ્યસનથી દુર રહેવાથી પણ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. જ્યારે આવી વસ્તુનું સેવન કરવામાં આવે ત્યારે શરીરમાં રક્તસંચાર ડીસ્ટર્બ થાય છે. તેનાથી બ્લડ પ્રેશર વધે ચે. દારું નું સેવન કરનારને હાર્ટની બીમારી ઝડપથી થાય છે.

ટામેટા – ટામેટાનું સેવન કરવાથી પણ લાભ થાય છે. તેનાથી ધમનીઓમાં ફેટી એસિડ જમા થતું અટકે છે. તેની સાથે મૂળા, બીટ જેવી વસ્તુઓ પણ ખાવી જોઈએ. તેનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે.

ડાર્ક ચોકલેટ – ડાર્ક ચોકલેટ ખાવાથી પણ બ્લડ પ્રેશરની સમસ્યા દુર થાય છે. એક સંશોધન અનુસાર ડાર્ક ચોકલેટ ખાવાથી હાઈ બ્લડપ્રેશરમાં ઘટાડો જોવા મળે છે.

આ સિવાય સવારના સમયે વોક કરવી અને ઊંડા શ્વાસ લેવાની કસરત કરવાથી પણ હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી બચી શકાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!