મિત્રો જે રીતે વધેલું વજન ઘટાડવું મુશ્કેલ છે તેમ જે માણસ નું શરીર ખૂબ જ દુબળુ પાતળું હોય તેને વજન વધારવું પણ મુશ્કેલ છે. દરેક વ્યક્તિની ઊંચાઈ પ્રમાણે તેનું વજન હોય તે જરુરી છે. જે રીતે વધારે વજન હાનિકારક છે તેમ અતિશય દુબળું શરીર પણ ખરાબ લાગે છે.
જેનુ કો પાતળા પાપડ જેવા છે તેમને વજન વધારવા માટે આજે કેટલીક અસરકારક ટિપ્સ જણાવીએ. શરીરનું વજન વધારવું હોય તો સૌથી પહેલાં પાચનશક્તિને મજબૂત કરવી પડે છે. પાચનશક્તિ સારી હશે તો ખોરાક સરળતાથી પચશે અને વધારે ભૂખ લાગશે. અને તમે ખોરાક લેશો તો વજન પણ વધશે.
કેટલાક લોકોનું વજન એટલા માટે વધતું ન હોય કે તેઓ દિવસ દરમિયાન પૂરતો આહાર લેતા નથી. વળી કેટલાકને ભૂખ ન લાગવાની ફરિયાદ હોય છે. આ સમસ્યા હોય તો આ ઉપાય કરવો.
એક ચમચી આદુનો રસ અથવા તો આદુની પેસ્ટ લેવી તેમાં થોડું સિંધવ મીઠું અને લીંબુનો રસ ઉમેરી જમ્યા ની એક કલાક પહેલા પી જવું. થોડી જ વારમાં તમને ભૂખ લાગવાની શરૂઆત થઇ જશે અને જમતી વખતે તમે બરાબર ભોજન કરી શકશો. જો ખોરાક બરાબર ખાશો તો તમારું વજન ઝડપથી વધવા લાગશે.
જે લોકોને શરીર વધારવું હોય તેમણે રોજ એક મુઠ્ઠી ચણાને રાત્રે પાણીમાં પલાળી દેવા. સવારે આઠ જણા ને બાફીને નાસ્તામાં તેને લેવા. ચણા ખાવાથી શરીરનું વજન ઝડપથી વધે છે.
આ સિવાય રોજ રાત્રે એક ગ્લાસ દૂધ ગરમ કરી તેમાં બે ચમચી મધ ઉમેરીને પી જવું. રાત્રે જમ્યા પછી બે કલાક પછી આ દૂધ પીવાનું છે.
આ સિવાય તેણે વજન વધારવું હોય તેને દિવસ દરમિયાન ચરબીયુક્ત અને પ્રોટીનવાળો આહાર લેવો જોઈએ. આવો ખોરાક લેશો એટલે વજન ઝડપથી વધવા લાગશે.
જોકે ઘણા લોકો એવું માને છે કે ઘી, માખણ જેવી વસ્તુ ખાવાથી વજન વધે છે. પરંતુ જો તમે આ વસ્તુનું સેવન કરશો તો ચરબી વધવા લાગશે. આ સિવાય ફાસ્ટ ફૂડ ખાવાથી પણ વજન વધે છે પરંતુ આ રીતે વજન વધારવું નહીં.
સૌથી પહેલા તમારી ઊંચાઈ પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ તેની જાણકારી મેળવી લેવી અને તે અનુસાર વજન વધારવું જ્યારે ઊંચાઈના પ્રમાણમાં વજન વધી જાય તો પછી વજન વધારવાના પ્રયત્ન ન કરવા. કારણ કે અતિશય વજન પણ નુકસાનકારક છે.