ઘૂંટણનો દુખાવો ઘરે બેઠા દવા વગર દૂર કરવો હોય તો કરો આ ઉપાય

 

ઘૂંટણની ગતિવિધિમાં જ્યારે અવરોધ થાય, વધારે વજન આવે કે પછી અન્ય કોઈ કારણ હોય તેનાથી ઘૂંટણની સમસ્યા થઈ શકે છે. જ્યારે ઘૂંટણની સમસ્યા થઈ જાય તો દૈનિક કાર્યો પણ બરાબર રીતે થઈ શકતા નથી. તેવામાં આજે તમને ઘૂંટણના દુખાવા દુર કરવાનો ટેસ્ટી રસ્તો જણાવીએ.

ઘૂંટણનો દુખાવો તમે લાડૂ ખાઈને દુર કરી શકો છો. તેના માટે જે લાડૂ બનાવવાના છે તે હેલ્ધી છે કારણ કે તેમાં ઘીનો ઉપયોગ થતો નથી. તો ચાલો જાણી લો કે કેવી રીતે બનાવવાના છે આ પ્રોટીનયુક્ત લાડુ.

ઘૂંટણનો દુખાવો મેથીનું સેવન કરવાથી દુર થાય છે. પરંતુ આજે જે ઉપાય તમને જણાવશું તેને કરવાથી દુખાવા થાય તેનું જોખમ પણ દુર કરી શકાય છે. આ હેલ્ધી લાડૂ બનાવવા માટે નીચે દર્શાવેલી વસ્તુઓની જરૂર પડશે.

500 ગ્રામ તલ
750 ગ્રામ ગોળ
100 ગ્રામ સિંગદાણા
200 ગ્રામ અખરોટ
100 ગ્રામ સુકુ નાળિયેર
30 ગ્રામ સુંઠ
50 ગ્રામ કાજુ
50 ગ્રામ બદામ

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ બધી વસ્તુઓને બરાબર સાફ કરી અલગ અલગ રાખો. હવે ગોળ સિવાય સિંગદાણા, નાળિયેર સહિતની વસ્તુઓને એક એક કરીને ગરમ કરી શેકી લો. શેકાય જાય પછી તેને સાઈડ પર રાખો અને ઠંડુ થવા દો. ઠંડુ થાય પછી મિક્સરમાં કરકરું પીસી લો.

હવે એક વાસણમાં ગોળને ગરમ કરી તેમાં પીસેલી વસ્તુઓ એક એક કરી ઉમેરો. જ્યારે બધી બરાબર એકરસ થઈ જાય ત્યારે તેને ગેસ પરથી ઉતારો અને લાડુ બનાવી. આ લાડુ રોજ સવારે ખાલી પેટ ખાઈ લેવાના છે.

આ લાડૂ નિયમિત રીતે 30 દિવસ સુધી ખાવાથી ઘૂંટણના દુખાવા હોય તો તે મટી જાય છે અને ન હોય તો પણ આ લાડૂ ખાઈ શકાય છે. તેનાથી ઘૂંટણ સંબંધિત કોઈ સમસ્યા થતી નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ઘૂંટણના દુખાવા થવાના કારણો પણ અલગ અલગ હોય છે. જ્યારે શરીરનું વજન વધારે હોય ત્યારે પણ ઘૂંટણ પર પ્રેશર પડે છે અને તેનાથી દુખાવો થાય છે. ઘણી વખત ઘુંટણમાં ઘસારો થાય છે તેના કારણે આ સમસ્યા થાય છે.

જ્યારે ઘુંટણની સમસ્યા થાય ત્યારે અસહ્ય દુખાવો થવા લાગે છે. તેથી આ દુખાવાથી બચવા માટે અને હેલ્ધી રહેવા માટે આજે જ આ લાડૂ બનાવી અને સ્ટોર કરીને રાખી દો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!