દોસ્તો કેરી એક મોસમી ફળ છે, જે ઉનાળાની ઋતુમાં જ મળે છે. અમુક જગ્યાએ બારેમાસ કેરી પણ થતી હોય છે. કેરી ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેથી જ નાનાથી લઈને વડીલો સુધી દરેક વ્યક્તિ કેરી ખાવાનું પસંદ કરતો હોય છે.
આ સાથે કેરીના સેવનથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેરીની સાથે સાથે કેરીની છાલ પણ સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા લાવે છે.
હા, જેને આપણે કચરા તરીકે ફેંકી દઈએ છીએ, તે છાલનો ઉપયોગ ત્વચા અને સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે કેરીની છાલ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે.
કેરીની છાલમાં વિટામીન એ, વિટામીન સી, ફાઈબર તેમજ એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે ત્વચા અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદાકારક સાબિત થાય છે. તો ચાલો આપણે જાણીએ કે કેરી આપણા સ્વાસ્થ્યને કયા કયા લાભ આપી શકે છે.
કેરીની છાલનું સેવન પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. કારણ કે કેરીની છાલમાં ફાઈબર હોય છે. જે પાચનતંત્રને મજબૂત બનાવે છે, સાથે જ કબજિયાત જેવી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે.
કેરીની છાલમાં વિટામિન એ અને વિટામિન સી જેવા તત્વો મળી આવે છે, તેથી જો તમે કેરીની છાલનું સેવન કરો છો, તો તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જે તમારા શરીરને બહારના બેક્ટેરિયા અને વાયરસથી બચાવવામાં મદદ કરે છે.
કેરીની છાલ એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે, તેથી જો તમે કેરીની છાલનું સેવન કરો છો તો તે હૃદયને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત હૃદયની બીમારીઓનું જોખમ પણ ઘટી જાય છે.
ઉનાળાની ઋતુમાં લોકો ઘણીવાર ટેનિંગની ફરિયાદ કરે છે પરંતુ જો તમે કેરીની છાલ હાથ, પગ અને ચહેરા પર લગાવો તો ટેનિંગની સમસ્યા દૂર થઈ જાય છે. કારણ કે કેરીની છાલ વિટામિન સીથી ભરપૂર હોય છે.
વળી, પિમ્પલ્સની સમસ્યા એક સામાન્ય સમસ્યા છે, પરંતુ જો તમે પિમ્પલ્સની ફરિયાદ હોય ત્યારે કેરીની છાલનો ઉપયોગ કરો તો પિમ્પલ્સની ફરિયાદથી છુટકારો મળે છે. આ માટે કેરીની છાલની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવી જોઈએ.
હાલમાં કેન્સર એક જીવલેણ રોગ છે, તેથી જો તમે તેના નિવારણ માટે કેરીની છાલનું સેવન કરો છો, તો કેન્સરનું જોખમ ઘણી હદ સુધી ઘટી જાય છે. કારણ કે કેરીની છાલ એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે.
કેરીની છાલનો ઉપયોગ કરચલીઓની સમસ્યાને દૂર કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કેરીની છાલમાં વિટામિન સી, વિટામિન એ જેવા તત્વો હોય છે, તેથી જો તમે કેરીની છાલની પેસ્ટને 15 મિનિટ સુધી ચહેરા પર લગાવો છો તો તે કરચલીઓની સમસ્યા દૂર કરે છે.