જો તમારી કિડનીમાં પથરી હોય તો આ વસ્તુઓનું તો ભૂલથી પણ ના ખાતાં

 

કિડનીની પથરી એક ગંભીર સમસ્યા છે જે ખૂબ ઝડપથી વધતી જાય છે. પથરી જો નાની હોય તો તેને દવા વડે કાઢી શકાય છે. દવા કરવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. પરંતુ મોટી પથરી હોય તો તેના માટે ઓપરેશન પણ કરાવવું પડે છે.

એકવાર કિડની દુર કરાવી હોય તો પણ ઘણા લોકોને વારંવાર કિડનીની સમસ્યા થાય છે. આવું થવાનું કારણ આપણી જ કેટલીક આદતો છે. આપણી આદતોના કારણે કિડનીની પથરીની સમસ્યા વારંવાર થાય છે.

પથરી હોય ત્યારે મૂત્રમાર્ગ, કમર અને પેટની આસપાસ દુખાવો થાય છે. આ પીડા અસહ્ય હોય છે. પથરીના દુખાવાની સમસ્યાને દુર કરવા માટે દવાની સાથી સૌથી પહેલા પોતાની આદતોને બદલો. કિડનીની પથરી કરે તેવી આદતો વિશે આજે તમને જણાવીએ.

ચા અને કોફી – વધારે પ્રમાણમાં ચા અને કોફી પીવાથી કિડનીની પથરી થાય છે. ચા અને કોફીમાં ઓક્સોલેટનું પ્રમાણ વધારે હોય છે. તેનું સેવન વધારે કરવાથી પથરી ઝડપથી બને છે. તેથી શક્ય હોય ત્યાં સુધી ચા અને કોફી ઓછા પીવા. તેને બદલે પાણીનું સેવન વધારે કરો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ઓછું પાણી પીવું – પુરતાં પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ. જ્યારે તમે ઓછું પાણી પીવો છો ત્યારે શરીરની પાણીની જરૂરીયાત સંતોષાતી નથી અને તેના કારણે કિડનીના કાર્યમાં બાધા થાય છે અને તેની સાથે ક્ષાર શરીરમાંથી નીકળો નથી અને પથરી સ્વરુપે શરીરમાં એકઠો થાય છે.

ફાસ્ટ ફુડ – આજના સમયમાં લોકોમાં ફાસ્ટફૂડનું સેવન કરવાનું ચલણ વધી ગયું છે. પરંતુ આ પ્રકારના ભોજનમાં કેમિકલયુક્ત મસાલા અને સોસનું પ્રમાણ વધારે હોય છે.

તેનું લાંબા સમય સુધી અને વારંવાર સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય ખરાબ થાય છે. ખાસ કરીને તેની અસર કીડની પર સૌથી વધુ થાય છે. ઘરનું ભોજન કરવું સ્વાસ્થ્ય માટે ઉત્તમ રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પેકેજ્ડ ફુડ – નાના બાળકોથી લઈ મોટા સુધીમાં પેકેજ્ડ ફુડ ખાવાનું ચલણ વધી ગયું છે. આ પ્રકારની વસ્તુઓમાં મીઠું, કેમિકલ, મસાલા બધું જ વધારે હોય છે.

જેના ખાસ કરીને તેમાં આજીનો મોટોનો ઉપયોગ થાય છે જે સ્વાદ વધારે છે પરંતુ તેના કારણે કિડની સ્ટોનનું જોખમ પણ વધી જાય છે.

આ આદતો કિડની સ્ટોનું કારણ બની શકે છે તેથી શક્ય હોય તો આ આદતોમાં ઝડપથી ફેરફાર કરી દેવા જેથી કિડની સ્ટોનની સમસ્યાથી બચી જવાય.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!