જમ્યા પછી સૌથી વધુ ખવાતો મુખવાસ વરીયાળી છે. વરિયાળી ખાવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ દુર થાય છે, ખાધેલો ખોરાક પચી જાય છે અને એસીડીટી પણ થતી નથી.
વરિયાળી એક ઉત્તમ પ્રકારનું માઉથ ફ્રેશનર પણ છે. તેમાં પણ જો વરિયાળીને સાકર સાથે મિક્ષ કરીને ખાવામાં આવે તો શરીરની અનેક બીમારીઓ દૂર થઈ જાય છે.
વરીયાળી ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન ડી જેવા તત્વોથી ભરપૂર હોય છે. વરીયાળી ની તાસીર ઠંડી હોય છે તેનું સેવન કરવાથી મોઢામાંથી અને શ્વાસમાંથી આવતી દુર્ગંધ તુરંત દૂર થાય છે. આ સિવાય પણ કેટલીક એવી સમસ્યાઓ છે જેને વરિયાળી અને સાકર ખાવાથી દૂર કરી શકાય છે.
વરીયાળી અને સાકર ખાવાથી મોઢા નું સ્વાસ્થ્ય સારું રહે છે. તેનાથી દાંત અને પેઢાની સમસ્યાઓ થતી નથી. તેનાથી ભોજન કર્યા બાદ મોઢું તાજગી ભર્યું રહે છે અને દુર્ગંધ આવતી નથી.
હૃદય માટે પણ વરિયાળી અને સાકરનું સેવન ફાયદાકારક છે. વરિયાળી માં રહેલા પોષક તત્વો શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને દૂર કરે છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે. જેનાથી હૃદયની કાર્યક્ષમતા વધે છે અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.
વરીયાળી અને સાકર ખાવાથી માત્ર શરીરને જ નહીં પરંતુ મગજને પણ લાભ થાય છે વરિયાળીમાં એવા હીલિંગ તત્વો હોય છે જે મગજના જ્ઞાનતંતુ ને સ્વસ્થ રાખે છે. તેનાથી મગજ સારી રીતે કાર્ય કરતું થાય છે.
નિયમિત રીતે વરિયાળી અને સાકરને જમ્યા પછી ખાવાથી રક્તને લગતા વિકાર દૂર થાય છે અને રક્ત શુદ્ધ થાય છે. વરીયાળી અને સાકર ખાવાથી રક્ત સંબંધિત વિકાર દૂર થવાથી ત્વચાની સમસ્યાથી પણ રાહત મળે છે.
જો ગરમીના કારણે કે અન્ય કોઈપણ કારણે પેશાબ સંબંધી કોઈપણ સમસ્યા થઈ હોય તો સાકર અને વરિયાળી ખાવાથી પેશાબ સંબંધિત બધી જ સમસ્યાઓનો અંત આવે છે. તેનું સેવન કરવાથી શરીરમાં ગયેલા ઝેરી તત્વો પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
એક સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે વરિયાળી અને સાકર ખાવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીથી પણ બચી શકાય છે. વરિયાળીમાં એવા તત્વ હોય છે જે શરીરમાં કેન્સરના કોષોને વધતા અટકાવે છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે.
મહિલાઓને માસિક સંબંધિત સમસ્યા હોય કે વંધત્વ ની સમસ્યા હોય તો તેમાં પણ વરિયાળી અને સાકર ખાવાથી લાભ થાય છે. આ બન્ને વસ્તુ મિશ્રણ ખાવાથી પેટ સંબંધિત બધી જ સમસ્યા દૂર થાય છે. જે લોકોને ભોજન પ્રત્યે અરુચિ રહેતી હોય તેમને જમ્યા પહેલાં સાકર અને વરિયાળી ખાવી જોઈએ.