બધી જ પ્રકારની ખંજવાળથી મુક્તિ અપાવશે આ ઘરેલુ ઉપાય

જ્યારે ત્વચા પર ખંજવાળ, ધાધર, ખરજવું જેવી સમસ્યાઓ થાય છે ત્યારે ખૂબ સમસ્યા થાય છે. આ સ્થિતિમાં દૈનિક કાર્યો પણ સારી રીતે કરી શકાતા નથી. તેમાં પણ અગવડતા થાય છે.

આજે તમને ત્વચાની સમસ્યા દુર કરે તેવા ઘરેલું ઈલાજ જણાવીએ. આ ઈલાજ કરવાથી આડઅસર વિના ત્વચાની સમસ્યા દુર થશે.

સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે આ સમસ્યા થવાનું કારણ શું છે. ત્વચા પર ખંજવાળ આવવાનું મુખ્ય કારણ સ્વચ્છતાનો અભાવ છે. જ્યારે ત્વચાની સ્વચ્છતા વિશે ધ્યાન આપવામાં ન આવે ત્યારે આ પ્રકારની સમસ્યા થાય છે.

આ સિવાય લીવર, કીડની, ગર્ભાશયની બીમારીમાં પણ ત્વચા પર તેની અસર થાય છે. કારણ કોઈપણ હોય પરંતુ નીચે દર્શાવેલા ઉપાય કરી તમે ત્વચાની સમસ્યાને દુર કરી શકો છો.

ઓલિવ ઓઈલ – ત્વચાની ખંજવાળને દુર કરવા માટે ઓલિવ ઓઈલ બેસ્ટ વિકલ્પ છે. તેના નિયમિત ઉપયોગથી ત્વચાની સમસ્યા દુર થાય છે. જેમાં એન્ટી ઓક્સીડન્ટ અને વિટામીન ઈ ભરપુર પ્રમાણમાં હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેનો ઉપયોગ કરવાથી ચામડીની ખંજવાળ અને અન્ય સમસ્યા દુર થાય છે. જ્યારે તેનો ઉપયોગ કરવો હોય ત્યારે તેમાં મધ ઉમેરીને ઉપયોગ કરવો. દિવસમાં 2, 3 વખત તેનો ઉપયોગ કરવાથી ત્વચાની સમસ્યા દુર થાય છે.

એલોવેરા – ત્વચાની ખંજવાળ દુર કરવા માટે એલોવેરાનો ઉપયોગ કરી શકાય છે. એલોવેરા એન્ટીફંગલ અને એન્ટી બેક્ટેરિયલ હોય છે. તેનાથી ત્વચાની કોઈપણ સમસ્યા દુર થાય છે.

તેનાથી શરીરમાં આવતી ખંજવાળ પણ દુર થાય છે. એલોવેરાનો ગર કાઢી તેને ત્વચા પર લગાવી શકાય છે. તમે તેને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકોછો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

એપલ સેડર વિનેગર – એપલ સેડર વિનેગર ત્વચાના રોગ અને બેક્ટેરિયાને દુર કરે છે. તેનો ઉપયોગ ખંજવાળ ગ્રસ્ત ભાગ પર કરવાથી તુરંત રાહત થાય છે. તેના માટે વિનેગરમાં રુ પલાળી તેનાથી ત્વચા પર વિનેગર અપ્લાય કરવું.

લીમડો – ત્વચાની સમસ્યા માટે લીમડો બેસ્ટ વિકલ્પ છે. લીમડામાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. લીમડાનો ઉપયોગ કરવાથી ખરજવું, ફોડલી, ખીલ વગેરે દુર થાય છે.

લીમડાનો ઉપયોગ કરવાથી ત્વચાની ખંજવાળ દુર થાય છે. લીમડો ત્વચાના ચેપને પણ દુર કરે છે. તેના માટે પાણીમાં લીમડાના પાનને ઉકાળી આ પાણીથી નહાવાનું રાખવું જોઈએ.

ખાવાનો સોડા – બેકિંગ સોડા પણ ત્વચાની સમસ્યા દુર કરે છે. તેના માટે બેકિંગ સોડામાં પાણી ઉમેરી અને તેને અસરગ્રસ્ત ત્વચા પર લગાવો. તેનાથી ત્વચાની સમસ્યા દુર થાય છે. તેના ઉપયોગથી ત્વચાની ખંજવાળ, ફોડલીઓ દુર થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!