જો રાત્રે કોઈ વસ્તુ વધે તો બીજા દિવસે સવારે તેનો ઉપયોગ કરવાનું ચલણ મોટાભાગના ઘરમાં હોય છે. આમ કરવા પાછળનું કારણ કરકસર હોય છે. પરંતુ ખાદ્ય સામગ્રીમાં વાસી ખોરાક ખાઈને કરકસર કરવી મોંઘી પડી શકે છે.
ભોજનનો બગાડ ન થાય તે હેતુથી પણ જો તમે વાસી ખોરાક ખાતા હોય તો ચેતી જાઓ, કારણ કે વાસી ખોરાક ખાવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. પ્રથમ દ્રષ્ટિએ કદાચ તમને તેના નુકસાન વિશે ખબર નહીં પડે પરંતુ શરીરને અંદરથી ઘણું નુકસાન થાય છે.
ફ્રીજમાં રાખી દેવાથી વસ્તુ ખરાબ તો થતી નથી પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક જરૂરથી બની જાય છે. તો ચાલો તમને જણાવીએ કે વાસી ખોરાક ખાવાથી શરીરને કેટલાક નુકસાન થાય છે.
પેટની સમસ્યા – રાત્રે બચેલું ભોજન સવારે ખાવાથી પેટની ગંભીર સમસ્યા થાય છે. આ સવાય દાળ, કઠોળ જેવી વસ્તુઓ સવારે બનાવી હોય તો તેને રાત્રે ખાવાથી પણ પેટમાં ગેસ, એસિટીડી, અપચો થઈ શકે છે.
આવો ખોરાક ખાવાથી પેટમાં દુખાવો પણ થાય છે જેની સીધી અસર પાચનતંત્ર પર પડે છે. તેથી વાસી ખોરાક ખાવાની આદત છોડી દેવી જોઈએ.
ઉલટી થવી – વાસી ખોરાક ખાવાથી ઉલટી થવા જેવી સમસ્યા થાય છે. જ્યારે ખોરાકને તમે ફ્રીઝમાં સ્ટોર કરો છો ત્યારે તેમાં બેક્ટિરિયા થવા લાગે છે.
આ બેક્ટેરિયા તે ખોરાક સાથે પેટમાં જાય છેઅને તેનાથી પેટ ખરાબ થવાની સાથે ઉલટીઓ પણ થવા લાગે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી આ પ્રકારનું ભોજન કરવું જ નહીં.
ફુડ પોઈઝનિંગ – વાસી ખોરાક ખાવાથી સૌથી મોટું જોખમ ફૂડ પોઈઝનિંગ થવાનું હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભોજન બનાવ્યા પછી 2 કલાક પણ પડ્યું રહે તો તેમાં બેક્ટેરિયા થવાની શરુઆત થઈ જાય છે. તેથી કલાકો પછી આ ભોજન કરવાથી ફુડ પોઈઝનિંગ થવાનું જોખમ વધી જાય છે.
ઝાડા થવા – વાસી ખોરાક ખાવાથી ઘણી વખત પેટ ડિસ્ટર્બ થઈ જાય છે. તેનાથી શરીરમાં ડિહાઈડ્રેશન, ડાયેરિયા થઈ શકે છે. વાસી ખોરાક ખાવાથી પેટમાં દુખાવો, ઉલટી અને ઝાડા થવાનું જોખમ સૌથી વધુ હોય છે.
તાવ – રાત્રે બનાવેલું અને વધેલું ભોજન ફ્રીઝમાં રાખીને સવારે ખાવાથી તાવ પણ આવી શકે છે. ફ્રીઝમાં રાખેલા ખોરાકમાં પણ બેક્ટેરિયા થાય છે. તેનું સેવન કરવાથી શરદી, તાવ, ઉધરસ થઈ શકે છે. કારણ કે ફ્રીઝમાં રાખેલી વસ્તુ અને શરીરનું તાપમાન અગલ અગલ હોય છે.
આ કારણોના લીધે ક્યારેય વાસી ખોરાક લેવો જોઈએ નહીં. ભોજન હંમેશા તાજું બનાવેલું જ લેવું જોઈએ. તેનાથી બીમારીનું જોખમ દુર થાય છે.