હૃદય આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. એટલા માટે જરૂરી છે કે હૃદય સ્વસ્થ રહે. હૃદયને મજબૂત અને ધબકતું રાખવા માટે સંતુલિત આહાર લેવો જરૂરી છે. વધારે પડતું ફાસ્ટ ફૂડનું સેવન કરવાથી તીખું તળેલું ખાવાથી શરીરને નુકસાન થાય છે અને તેની સીધી અસર હૃદયના સ્વાસ્થ્યને થાય છે.
હૃદયને સ્વસ્થ રાખવું હોય તો કેટલીક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. આ વસ્તુઓનું સેવન કરવાથી હંમેશા બચવું જોઈએ. જો તમે આવું કરશો તો તમારું હૃદય સ્વસ્થ રહેશે અને હાર્ટ સંબંધિત બીમારીઓથી બચી શકાશે.
હૃદય સ્વસ્થ રહે તે માટે ભોજનની સાથે કસરત કરવી પણ જરૂરી છે. જો તમે નિયમિત રીતે કસરત કરશો અને ભોજનમાંથી 8 વસ્તુ ને દૂર કરી દેશો તો વધતી ઉંમરે પણ તમારું હૃદય સ્વસ્થ રહેશે અને હૃદય રોગ થશે નહીં.
ખાંડવાળો ખોરાક – વધારે પડતી ખાંડ હૃદય સંબંધિત બીમારીનું કારણ બને છે. ખાંડનો ઉપયોગ વધારે કરવાથી ટાઈપ-2 ડાયાબિટીસ નું જોખમ વધે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વધારે પડતી ખાંડવાળા ભોજનથી સ્ટ્રોકની સમસ્યા વધે છે. તેનાથી સ્થૂળતાની સમસ્યા પણ વધે છે.
સોડા – હૃદયને સ્વસ્થ રાખવા માટે સોડા પીવાનું પણ ટાળવું જોઈએ. કાર્બોનેટેડ પીણામાં શુગરનું પ્રમાણ વધારે હોય છે જે હૃદયના સ્વાસ્થ્યને નુકસાન કરે છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે સોડાવાળા પીવાથી બચવું જોઈએ.
સોયા સોસ – વધારે પડતા સોયાસોસ ના ઉપયોગથી બ્લડપ્રેશર વધે. આ અંગે અમેરિકામાં એક સંશોધન કરવામાં આવ્યું હતું જેમાં જાણવા મળ્યું કે સોયા સોસ માં રહેલા પ્રિઝર્વેટિવ્સ હૃદય માટે ખૂબ જ ખતરનાક છે.
બેકરી આઇટમ – કૂકીઝ, કેક, પેસ્ટ્રી, જેવી વસ્તુઓનો વધારે પડતો ઉપયોગ પણ હૃદયની સમસ્યાઓને આમંત્રણ આપે છે. આ પ્રકારની વસ્તુઓ વજન વધારે છે અને હૃદય રોગ તરફ પણ વ્યક્તિને દોરી જાય છે. કારણ કે આ બધી વસ્તુ માં મેંદા નો ઉપયોગ વધારે થાય છે જે બ્લડ શુગરને વધારે છે.
ફ્રાઇડ ચીકન – ચિકન ખાવું પણ હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેમાં કેલરી ચરબી અને સોડિયમ વધારે હોય છે. તેનું સેવન કરવાથી ડાયાબિટીસ, સ્થુળતા અને હાઇ બ્લડપ્રેશરની સમસ્યા થઈ શકે છે. હૃદયની હેલ્ધી રાખવું હોય તો તળેલું ચિકન ખાવાનું છોડી દો.
મીટ – હૃદયને સ્વસ્થ રાખવું હોય તો પ્રોસેસ મીટનું સેવન પણ ટાળવું. આ પ્રકારના મિનિટ નો ઉપયોગ હોટડોગ, સોસેજ વગેરેમાં થાય છે. તેમાં મીઠું અને ચરબી બંને વધારે પ્રમાણમાં હોય છે જે હૃદયની બીમારીઓને આમંત્રણ આપે છે તેથી હાર્ટને હેલ્ધી રાખવું હોય તો આ મીટ ખાવું નહીં.
ઇંડાની જરદી – ઈંડાનો પીળો ભાગ પણ હૃદય સંબંધિત સમસ્યા ઊભી કરે છે. તેમાં કોલેસ્ટ્રોલ વધારે હોય છે અને ફેટી એસિડ પણ હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
સોડિયમ – હાઇ બ્લડપ્રેશરનું મુખ્ય કારણ સોડિયમ હોય છે. વધારે સોડિયમ હોય તેવા ખોરાક ને ખાવાનું હંમેશા ટાળવું. તેમાં મીઠા નો પણ સમાવેશ થાય છે તો જો તમને વધારે મીઠા વાળો ખોરાક લેવાની આદત હોય તો આજથી જ તેને દૂર કરો. સાથે જ ખોરાકમાં ઉપરથી ક્યારેય મીઠું ન લેવું.