હવે ગમે તેટલી મીઠાઈ ખાશો તો પણ નહીં થાય ડાયાબિટીસ

દરેકને ઘરના રસોડામાં એલચી હોય જ છે. એલચી નો ઉપયોગ સૌથી વધારે મીઠાઈ બનાવવામાં અને ચામાં થાય છે. એલચી ના કારણે મીઠાઇનો સ્વાદ અને સુગંધ વધી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ સુગંધી ઈલાયચી તમારા સ્વાસ્થ્યને પણ સુધારી શકે છે ?

આજે તમને જણાવીએ કે જો તમે ગરમ પાણીમાં એલચી ઉમેરીને પીશો તો તમારા શરીરને કેટલા લાભ થશે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ રીતે એલચીનું સેવન કરવાથી વર્ષો જૂની બીમારીને પણ દૂર કરી શકાય છે. કારણકે એલચીમાં એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે શરીરને નિરોગી રાખે છે.

ગરમ પાણી સાથે એક ચમચી લેવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. તેના કારણે ડાયાબિટીસ વધવાનું જોખમ દૂર થાય છે. એલચીવાળું પાણી બનાવવા માટે એક લીટર પાણીમાં છ એલચી નાખી ને રાત્રે પાણી ને ઢાંકી દો.

સવારે આ પાણીને ઉકાળવું. પાણી અડધો લીટર બચે ત્યારે ગેસ બંધ કરી દેવો. ત્યાર પછી આ પાણીને ગાળી લેવું અને દિવસમાં ત્રણથી ચાર વખત પીવું. આ રીતે રોજ એલચીનું પાણી તૈયાર કરવાનું છે.

આ રીતે તૈયાર કરેલું પાણી પીવાથી ડાયાબિટિસના દર્દીઓને ખૂબ જ લાભ થાય છે. તેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને શરીરમાં ઇન્સ્યુલિન વધે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ પાણી રોજ પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. જે લોકોને કબજિયાત રહેતી હોય તેમણે એલચીવાળું પાણી પીવું જોઈએ. આ પાણી પીવાથી નિયમિત પેટ સાફ આવે છે.

જે લોકોનું વજન વધારે હોય તેમણે આ પાણી પીવાની શરૂઆત કરી દેવી. આ પાણી પીવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાતી નથી અને વજન પણ ઘટે છે.

એલચી માં રહેલા એન્ટીઓક્સીડેન્ટ તત્વ આ પાણી મારફતે શરીરમાં જાય છે અને શરીરની ચરબીને ઝડપથી ઉતારે છે. તેનાથી શરીરમાં જન્મેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે લોકોનું કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તેમણે રોજ આ પાણી પીવું જોઈએ. તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં આવે છે અને હૃદય રોગનું જોખમ રહેતું નથી. તેનાથી ધમનીઓમાં જામેલ કોલેસ્ટ્રોલ પણ દૂર થાય છે. જેના કારણે હાર્ટ અટેક આવતો નથી

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!