દોડધામના કારણે લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. તેના કારણે કેટલીક સમસ્યા સરળતાથી શરીરમાં ઘર કરી જાય છે. જેમ કે પેટ બરાબર સાફ ન થવું એટલે કે કબજિયાત. કબજિયાતની સમસ્યા હોય તો સવારે પેટ સાફ આવતું નથી અને પછી આખો દિવસ બેચેની રહે છે.
જો લાંબા સમય સુધી કબજિયાતનો ઈલાજ કરવામાં ન આવે તો તેનાથી ગંભીર બીમારી પણ થઈ શકે છે. તેનાથી શરીર રોગનું ઘર બની જાય છે. તેથી કબજિયાતને સમયસર દુર કરવી જરૂરી છે. કબજિયાતને દુર કરવા માટે આ ઘરેલું ઈલાજ કરી શકાય છે.
જે લોકોને કાયમી કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમણે એક ગ્લાસ પાણી ગરમ કરવું અને તેમાં અડધી ચમચી એરંડીયું ઉમેરવું. ત્યારબાદ આ પાણી પી જવું. એરંડીયું પીવાથી પેટ એકદમ સાફ આવી જાય છે.
જે લોકોને વર્ષોથી કબજિયાત હોય તેમણે આ ઉપાય રાત્રે સુતી વખતે કરવો જેથી સવારે પેટ સાફ આવી જાય. આ ઉપાય સવારે પણ કરી શકાય છે.
આ પાણી પીધાની થોડી જ મિનિટોમાં પ્રેશર આવી જશે અને પેટ સાફ આવશે. સાથે જ બધો જ મળ બહાર નીકળી જશે. આ ઉપાય કરવાથી પેટ એકદમ સાફ આવી જાય છે. જરૂરી છે આ ઉપાયને સમજીને કરવો. તેને સમયાંતરે કરવાથી કબજિયાત રહેતી નથી.
જે લોકોને કબજિયાત ન રહેતી હોય તે પણ આ ઉપાય સપ્તાહમાં એકવાર કરી શકે છે. તેનાથી જે થોડો ઘણો મળ આંતરડામાં અટકી ગયો હશે તે પણ દુર થઈ જશે.
આ ઉપાય એક અઠવાડીયું નિયમિત કરવાથી સતત રહેતી કબજિયાત પણ દુર થઈ જાય છે અને પેટ સાફ આવે છે. જેમને સવારે પેટ સાફ આવતું ન હોય તે પણ આ ઉપાય સવારે કરે તો પેટ સાફ આવી જાય છે.
આ ઉપાય કરવાથી કબજિયાતથી કામયી મુક્તિ મળી જાય છે. આ ઉપાય પેટની દરેક બીમારીને પણ દુર કરે છે. કારણ કે પેટ અને શરીરની દરેક બીમારી શરુ થવાનું મુખ્ય કારણ કબજિતાય છે.
કબજિયાતથી જ બધા રોગની શરુઆત થાય છે. તેથી કબજિયાત રહેતી હોય તો આ ઉપાય કરી લેવો. તેનાથી તમને તુરંત રાહત મળી જશે.