તમાલપત્રનો ઉપયોગ રસોઈમાં કરવામાં આવે છે. પરંતુ આ પાન સ્વાસ્થ્ય માટે ઔષધિ સમાન છે. તમાલપત્રનો ખાસ રીતે ઉપયોગ કરવાથી તે દાંત, પેઢા અને સ્વાસ્થ્ય સમસ્યાઓને દુર કરી શકે છે.
એક રીસર્ચ અનુસાર જ્યારે સ્ટ્રેસ રહે ત્યારે તમાલપત્રના પાનનો ધૂમાડો લેવાથી સ્ટ્રેસ દુર થાય છે. આ પાન દાંત અને પેઢાના દુખાવા પણ દુર કરે છે. આજે તમને જણાવીએ તમાલપત્રના આવા જ સ્વાસ્થ્યવર્ધક ઉપયોગ વિશે.
દાંતને ચમકાવવા માટે – નિયમિત રીતે બ્રશ કરવા છતાં પણ ઘણા લોકોને પીળા દાંતની સમસ્યા રહે છે. તેવામાં દાંતને ચમકાવવા માટે તમાલપત્રનો ઉપયોગ કરી શકાય છે.
દાંતને ચમકાવવા માટે તમાલપત્રના પાનનો પાવડર કરી તેનાથી સવારે અને સાંજે દાંત સાફ કરવાનું રાખો. તેના ઉપયોગથી પીળા પડેલા દાંત સાફ થાય છે.
પેઢાનો સોજો દુર કરવા – પેઢાનો સોજો દુર કરવા માટે પણ તમાલપત્ર ઉપયોગી છે. તેના માટે દિવસમાં એક કે બે વખત તમાલપત્રની દાંડલી ચાવવી. તેનાથી પેઢાનો સોજો ઉતરે છે અને સાથે જ પેઢામાંથી નીકળતું લોહી પણ બંધ થાય છે.
શરદી અને ફ્લુથી રાહત – શરદી અને તાવ વારંવાર આવતા હોય તો પાણીમાં તમાલપત્રના પાનને ઉકાળી આ પાણી પી જવું. તેનાથી શરદી, ઉધરસ, માથાનો દુખાવો, નાકમાંથી નીકળતું પાણી વગેરે સમસ્યા દુર થાય છે.
માથાનો દુખાવો- સ્ટ્રેસના કારણે માથાનો દુખાવો થતો હોય તો આ સમસ્યાને દુર કરવા માટે તમાલપત્રના પાનમાં પાણી ઉમેરી તેની પેસ્ટ કરી લેવી. તેનાથી કપાળ પર લેપ કરવો. માથાનો દુખાવો તુરંત ઉતરી જાય છે.
ઘા મટાડવા માટે – પડવા કે વાગવાથી ઈજા થઈ હોય તો તેને મટાડવા માટે તમાલપત્ર ઉપયોગી છે. તેના માટે તમાલપત્રના અર્કનો ઉપયોગ કરવાથી ઘા ઝડપથી મટે છે.
સોજા દુર કરવા માટે – હાથ, પગ કે શરીરના કોઈપણ ભાગ પર સોજા આવ્યા હોય તો તેના માટે પણ તમાલપત્ર ઉપયોગી છે. તેના માટે તમાલપત્રનું સેવન કરવું તેનાથી સોજા ઉતરે છે.
ડાયાબીટીસ – તમાલપત્રની ઝાડની છાલનો પાવડર 2 ગ્રામ લઈ તેમાં પાણી ઉમેરી 30 મિનિટ પલાળી રાખો. ત્યારબાદ તેનું સેવન કરવાથી ડાયાબીટીસના દર્દીને રાહત થાય છે. તમાલપત્ર હાર્ટની હેલ્થ માટે પણ સારું માનવામાં આવે છે.
અસ્થમા – અસ્થમાની પરેશાની હોય અથવા વાતાવરણના કારણે શ્વાસ લેવામાં સમસ્યા હોય તો તમાલપત્ર, પીપળાના પાન, આદુની પેસ્ટ બનાવી તેનું સેવન કરવું તેનાથી દમની સમસ્યા દુર થાય છે.
વજન ઘટાડવા માટે – વજન ઘટાડવા માટે પણ તમાલપત્ર ઉપયોગી છે. તમાલપત્રમાં એવા તત્વ હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તેનાથી વજન ઝડપથી ઉતરે છે.