ગમે તેવો તાવ અને શરદી ફકત 1 જ દિવસમાં મટી જશે

 

વરસાદની ઋતુની શરુઆત થાય એટલે શરદી, ઉધરસ અને તાવના કેસ વધવા લાગે છે. તાવ, શરદી ઉધરસ સામાન્ય રીતે બેક્ટેરિયલ કે વાયરલ ઈન્ફેકશનના કારણે થાય છે. ચોમાસા દરમિયાન તેની શક્યતા વધી જાય છે.

તાવ આવે તો શરીરમાં નબળાઈ રહે છે. માથાનો દુખાવો, બેચેની જેવી તકલીફો રહે છે. આ સમય દરમિયાન સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ સમય દરમિયાન ઉકાળેલું ચોખ્ખું પાણી પીવું જોઈએ. આ સિવાય શરીરને પુરતું પોષણ મળે તે માટે આરોગ્યપ્રદ આહાર લેવો જોઈએ.

આ સમય દરમિયાન દૂધ, ઈંડા, માખણ, માંસ જેવી વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ. બધી જ તકેદારી રાખ્યા છતાં પણ જો તમને શરદી કે તાવની સમસ્યા થાય છે. તો તેને તમે ઘરગથ્થુ ઈલાજ કરીને દુર કરી શકો છો.

સૌથી પહેલા તો તાવ આવે ત્યારે આરોગ્યવર્ધક પીણા, ફળ, રાબ, જવનું પાણી, મગનું પાણી વગેરે ખોરાક લેવો જેના કારણે આહાર સરળતાથી પચે. આ સિવાય તમે આ ઉપાયો કરીને પણ શરદી અને તાવને એક જ દિવસમાં મટાડી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ફુદીનો અને આદુ – તાવ મટાડવા માટે ફુદીનો અને આદુને પાણીમાં ઉકાળી તેનો ઉકાળો બનાવી પીવો જોઈએ. આ સિવાય તાવ આવે ત્યારે માથા પર ઠંડા પાણીના પોતા મુકવા જોઈએ. જેથી તાવની ગરમી મગજ પર ન ચઢે. તાવમાં પાણીમાં ફુદીનો, તુલસી ઉકાળી તેમાં મધ ઉમેરીને પીવાથી પણ લાભ થાય છે.

તુલસી – 10 ગ્રામ તુલસીનો રસ, 5 ગ્રામ આદુનો રસ સાથે પીવાથી મેલેરિયાનો તાવ મટે છે. તુલસી અને સૂર્યમુખીના પાનને વાટી તેનો રસ કાઢીને પીવાથી પણ તાવ મટે છે. તુલસીના પાન, અજમો અને સૂંઠ મધ સાથે લેવાથી પણ તાવ ઉતરે છે.

લવિંગ – એક ગ્રામ લવિંગ, સૂંઠ અને તજનું ચૂર્ણ બનાવી તેને ઉકળતા પાણીમાં ઉમેરી આ પાણીને ગાળીને તેનું સેવન કરવાથી તાવ ઉતરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અજમો – અજમો પણ શરદી અને તાવને મટાડે છે. રાત્રે અજમાને પાણીમાં પલાળી સવારે આ પાણી ગાળી તેનું સેવન કરવાથી મેલેરિયા પણ મટી જાય છે. ઠંડી લાગતી હોય અને તાવ પણ હોય તો અઢી ગ્રામ અજમાને ફાકી જવાથી લાભ થાય છે.

લસણ – લસણની 5થી 6 કળીને ઘીમાં સાંતળી તેમાં સિંધવ નમક ભભરાવી અને ખાવાથી શરદી અને તાવ મટે છે. આદું, લીંબુ, તુલસીનો રસ અને મધ એકસાથે પીવાથી ઉધરસ અને તાવ બંને મટે છે. તેનાથી શરીરમાં થતી કળતર પણ દુર થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!