તમે પણ લીંબુનો રસ નીચોવીને તેની છાલ ફેંકી દેતા હોય તો 5 મિનિટનો સમય કાઢી આ વાંચી લેજો

લીંબુનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સમસ્યામાં થાય છે. તે શરીર માટે ગુણકારી છે. આ વાત તો તમે પણ જાણતા હશો પરંતુ આજે તમને જણાવીએ લીંબુની છાલથી થતા લાભ વિશે.

લીંબુની છાલ પણ લીંબુ જેટલી જ ગુણકારી હોય છે જેનો ઉપયોગ કરવાથી ઘણા લાભ થાય છે. આ લાભ વિશે જાણીને તમે પણ આ છાલને ફેંકવાનું કરી દેશો બંધ.

1. શરીર સ્વસ્થ રહે તે માટે જરૂરી છે કે શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય. લીંબુની છાલનો ઉપયોગ કરીને રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે. લીંબુની છાલ માં વિટામિન સી હોય છે જે રોગપ્રતિકારક શક્તિ સુધારે છે. તેના કારણે શરીર અનેક રોગ સામે લડી શકે છે.

2. લીંબુની છાલ ની મદદથી વજન પણ ઝડપથી ઉતારી શકાય છે. તેમાં એવા તત્ત્વો હોય છે જેનાથી વજન ઘટે છે. વજન ઘટાડવા માટે લીંબુની છાલને પાણીમાં ઉકાળીને તે પાણી પીવું જોઈએ. તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.

3. લીંબુની છાલ માં એન્ટી કેન્સર તત્વો હોય છે. તેનો ઉપયોગ કરવાથી કેન્સરથી બચી શકાય છે. તેમાં રહેલા તત્વો શરીરમાં કેન્સરની કોશિકાઓને વધતી અટકાવે છે અને તેને નિષ્ક્રિય પણ કરે છે. ઉંદર ઉપર થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું કે લીંબુની છાલ માં એન્ટી કેન્સર ગુણ હોય છે અને તે કેન્સરને અટકાવવામાં મદદરૂપ છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

4. શરીરના સ્વાસ્થ્યની સાથે લીંબુ ત્વચા માટે પણ ફાયદાકારક છે. એક સંશોધન બાદ જાણવા મળ્યું કે લીંબુની છાલ માં રહેલા તત્વ ત્વચા માટે એન્ટિ એજિંગ છે અને તે એન્ટી ઓક્સિડેન્ટ ગુણ ધરાવે છે.

તેનો ઉપયોગ કરવાથી ત્વચામાં કોલેજનની રચના ને પ્રોત્સાહન મળે છે. સાથે જ ત્વચા પર થયેલી ઇજા, ચહેરા પરના ખીલ વગેરે સમસ્યાઓને દૂર કરે છે.

5. લીંબુની છાલનો ઉપયોગ કરીને ત્વચાને ચેપને મટાડી શકાય છે. તેનો ઉપયોગ કરવાથી બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન થી રાહત મળે છે. લીંબુની છાલ માંથી કાઢેલા અર્કનો ઉપયોગ ત્વચા વાળ, નખ અને શરીરના કોઈપણ ભાગમાં થયેલા ઇન્ફેક્શનને મટાડવા માટે થઈ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

6. લીંબુની છાલ થી હાડકા પણ મજબૂત થાય છે. ઈરાનમાં થયેલા એક સંશોધન અનુસાર લીંબુની છાલમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે જે હાડકાં નિર્માણમાં મદદ કરે છે અને તેને મજબૂત પણ બનાવે છે.

7. લીંબુની છાલ વધતા કોલેસ્ટ્રોલની સમસ્યાને પણ દૂર કરે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. લીંબુની છાલ માં પેક્ટિન નામનું તત્વ હોય છે જે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. લીંબુની છાલ રદયના સ્વાસ્થ્યને પણ સુધારે છે.

8. પેટની સમસ્યાઓને દૂર કરવા માટે લીંબુ ની છાલ નો ઉપયોગ કરી શકાય છે. તેનો ઉપયોગ કરવાથી પિતાશયની સમસ્યા દૂર થાય છે અને પાચન તંત્રમાં પણ સુધારો થાય છે.

તેના કારણે પિત્તાશયમાં પથરી થતાં પણ અટકાવી શકાય છે. લીંબુની છાલ માં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

9. લીંબુની છાલ પોટેશિયમથી પણ ભરપૂર હોય છે જેના કારણે બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં આવે છે અને હાર્ટની ક્રિયા પર સકારાત્મક પ્રભાવ પડે છે. તેનાથી હૃદય રોગનું અને અન્ય બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!