આ તેલના ફકત 2 ટીપાં ડુંટીમાં નાખવાથી ઘુંટણ અને સાંધાના દુખાવા ગાયબ થઈ જશે

ઘણી સમસ્યાઓ એવી હોય છે જેનો ઈલાજ દવા ખાવાથી નહીં પણ નાભિમાં તેલ લગાવવાથી થાય છે. વાત જાણીને નવાઈ લાગશે પરંતુ નાભિમાં તેલ લગાવવાથી લાભ પણ ઘણા થાય છે. શરીરની અલગ અલગ સમસ્યામાં અલગ અલગ તેલનો ઉપયોગ કરીને તમે સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.

આજે તમને જણાવીએ નાભિમાં તેલ લગાવવાથી થતા અલગ અલગ લાભ વિશે. નાભિમાં તેલ લગાવવાથી પ્રજનન શક્તિ, ત્વચા, આંખ અને મગજ સહિત દરેક અંગને લાભ થાય છે. તો ચાલો જાણી લો કે કઈ સમસ્યામાં કયું તેલ નાભિમાં લગાવવું જોઈએ.

સરસવનું તેલ – નાભિમાં રાત્રે સરસવના તેલના 2 ટીપા નાખવાથી ઘણો લાભ થાય છે. નાભિમાં જ્યારે મેલ જમા થાય છે ત્યારે તેના કારણે બેક્ટેરિયા થાય છે અને પછી તે શરીરમાં પણ ફેલાય છે. તેથી નાભિની નિયમિત સફાઈ કરવી જોઈએ.

તેના માટે નાભિને રુ વડે સાફ કરો અને પછી તેમાં સરસવું તેલ હુંફાળુ ગરમ કરીને ઉમેરો. ત્યારબાદ થોડીવાર નાભિની આસપાસ માલિશ કરો. થોડો સમય આ ઉપાય કરવાથી ફાટેલી એડીની સમસ્યાથી મુક્તિ મળે છે. તેનાથી નખમાં પડતા ચીરાની તકલીફ પણ મટે છે.

એરંડીયું – એરંડીયું પણ થોડુ ગરમ કરીને નાભિમાં લગાવવું જોઈએ. આ તેલ નાભિમાં લગાવવાથી સાંધાના દુખાવાથી રાહત મળે છે. તેનાથી ઘુંટણના, સાંધાના, કોણીના, કમરના દુખાવા મટે છે. એરંડાનું તેલ શરીરના કોઈપણ પ્રકારના દુખાવાને દુર કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

નાળીયેરનું તેલ – નાભિમાં નાળિયેરનું તેલ લગાવવાથી આંખનું તેજ વધે છે અને આંખમાં ખંજવાળ, બળતરા, ચીકણું પાણી નીકળવું વગેરે સમસ્યા દુર થાય છે.

આ સિવાય વાળ સંબંધિત સમસ્યા પણ નાભિમાં નાળિયેરનું તેલ લગાવવાથી દુર થાય છે. આંખ, વાળ અને મગજની કમજોરી દુર કરવી હોય તો નાભિમાં 2 ટીપા નાળિયેરનું તેલ લગાવો.

બદામનું તેલ – બદામનું તેલ નાભિમાં લગાવવાથી ચહેરા પર ચમક વધે છે. તેનાથી ચહેરાની કરચલીઓદુર થાય છે અને સાથે જ ખીલ, ડાઘ જેવી તકલીફો દુર થાય છે. નાભિમાં બદામનું તેલ લગાવવાથી ત્વચા અને વાળની સમસ્યા દુર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જૈતુનનું તેલ – જૈતુનના તેલના ઉપયોગથી શરીર દુબળું થાય છે. જે લોકોનું શરીર ભારે થઈ ગયું હોય તેમણે આ તેલ લગાવવું જોઈએ. તેનાથી ઘુંટણમાં આવતા અવાજ, યુરીક એસિડ પણ મટે છે.

લીમડાનું તેલ – લીમડાનું તેલ નાભિમાં લગાવવાથી પણ લાભ થાય છે. તેના 2 ટીપા નાભિમાં ઉમેરવાથી ચહેરા પરની ફોડલી, ગુમડા, અળાઈ, ચામડીની સમસ્યા દુર થાય છે. તેનાથી ધાધર, ખંજવાળ પણ મટે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!