રાત્રે દૂધ સાથે આ વસ્તુ લઈ લો, શરીરની બધી જાતીય અને કામશકિત વધી જશે

 

આજે તમને કેસરવાળુ દૂધ પીવાથી થતા લાભ વિશે જણાવીએ. કેસર અતિ ગુણકારી વસ્તુ છે. કેસરની તાસીર ગરમ હોય છે તેથી તેનો ઉપયોગ પ્રમાણસર કરવો જોઈએ. કેસરનું સેવન કરવાથી શરીરની કેટલીક સમસ્યાઓ તુરંત દુર થાય છે. પરંતુ તેનો ઉપયોગ હંમેશા દૂધ સાથે કરવો જોઈએ.

રોજ રાત્રે ગરમ દૂધમાં કેસર ઉમેરીને પીવાથી શરીરને અઢળક લાભ થાય છે. કેસરવાળું દૂધ પીવાથી લોકોના જાતીય જીવનની સમસ્યાઓ પણ દુર થાય છે અને શરીરની ઘણી નાની મોટી સમસ્યાઓ પણ દુર થઈ જાય છે. તો ચાલો તમને જણાવીએ કે કેસરવાળા દૂધથી કયા કયા લાભ થાય છે.

1. કેસરનો ઉપયોગ કરવાથી તાવ અને શરદી મટે છે. એક ગ્લાસ દૂધમાં ચપટી કેસર અને મધ ઉમેરીને પીવાથી ખૂબ જ લાભ થાય છે. માથાના દુખાવાની તકલીફ હોય તો ઘીમાં કેસર અને સાકર ઉમેરીને બરાબર પકાવો. જ્યારે આ મિશ્રણ ઠંડુ થાય એટલે કે ઘી ના ટીપા નાકમાં નાખો. તેનાથી માથાનો દુખાવો તુરંત મટે છે.

2. કેસરવાળું દૂધ પીવાથી હૃદય પણ તંદુરસ્ત રહે છે. દૂધ અને કેસરને સાથે પીવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે અને હૃદય સંબંધિત રોગ થતા નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

3. પુરુષોની જાતિ સમસ્યાઓને દૂર કરવા માટે કેસર ઉપયોગી છે. દૂધ અને કેસરનું સેવન કરવાથી પુરુષોની શક્તિ વધે છે. તેના કારણે વીર્યની ગુણવત્તા અને ગતિશીલતા વધે છે. કેસર ના કારણે જાતીય ઉત્તેજના વધે છે.

4. આયુર્વેદ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર કેસર અને દૂધનું સેવન કરવાથી મગજ તીવ્ર થાય છે. ઉંમર વધવાની સાથે વૃદ્ધોના મગજમાં અમિલોઈડ બિટા બને છે જેના કારણે યાદશક્તિ નબળી બને છે અને અલ્ઝાઇમર થઈ શકે છે. તેવામાં કેસરનું દૂધ પીવાથી લાભ થાય છે.

5. કેસરવાળું દૂધ પીવાથી ત્વચાનો રંગ સાફ થાય છે અને ત્વચા સુંદર બને છે. આ દૂધ ત્વચાને સાફ કરે છે. તેમાં રહેલા તત્વો ખીલ અટકાવે છે અને ચહેરા પરના ડાઘને પણ હળવા કરે છે. ત્વચા માટે દૂધ, કેસર અને હળદરની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

6. શરદી, ઉધરસ, તાવ જેવી સમસ્યામાં કેસરનો ઉપયોગ કરવાથી લાભ થાય છે. કેસર ની તાસીર ગરમ હોય છે જેના કારણે ઠંડી અને તાવ સામે શરીરનું રક્ષણ થાય છે.

7. અસ્થમાના દર્દી માટે પણ કેસર લાભકારી છે. તેમાં રહેલા એન્ટી-ઇન્ફલેમેટરી ગુણધર્મો ફેફસાના સોજા, બળતરાની સમસ્યાને દૂર કરે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!