હવે ઘરડા થશો તો પણ ઉંમર એટલી જ દેખાશે, કરી લો આ ઉપાય

 

દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નહીં હોય જેને સુંદરતા ગમતી ન હોય. માત્ર સ્ત્રીઓ જ નહીં પુરુષોને પણ સુંદરતા પ્રિય છે. દરેક વ્યક્તિ સુંદર દેખાવ માટે હજારો રુપિયા ખર્ચીને ટ્રીટમેન્ટ કરાવે છે.

મોંઘી પ્રોડક્ટ વાપરે છે. પરંતુ તેમ છતાં તેનાથી જોઈએ તેવી અસર થતી નથી. ત્યારે આજે તમને જણાવીએ એવા વિશેષ ઉપાય વિશે જે ચહેરાની સુંદરતાને વધારે છે.

ઘણી મહિલાઓ એવી હોય છે જેમને દિવસભરની દોડધામના કારણે ચહેરાની સંભાળ રાખવાનો સમય મળતો નથી. તે પોતાના સૌંદર્યનું ધ્યાન રાખી શકતી નથી જેના કારણે ત્વચા પર ખીલ, ડાઘ, કરચલીઓ થઈ જાય છે. આ બધી જ સમસ્યાને દુર કરી સુંદર ત્વચા મેળવવી જરા પણ મુશ્કેલ નથી.

આજે તમને જણાવીએ એવું કામ જેને રોજ સવારે કરી લેવાથી તમારા ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે. આ ઉપાયો કરવાથી ચહેરાની કુદરતી શાઈન જળવાઈ રહેશે અને ત્વચાની સમસ્યા હશે તો તે પણ દુર થશે. તો ચાલો શું કરવાનું છે તેના માટે તે પણ જણાવી દઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેના માટે રોજ સવારે જાગો એટલે ચહેરો તાજા અને ઠંડા પાણીથી ધોવાનો છે. ઠંડા પાણીથી ચહેરો ધોવાથી પોર્સ બંધ થઈ જાય છે અને સાથે જ કરચલીઓ પણ થતી નથી. તેના કારણે ચહેરા પર દેખાતી વધતી ઉંમરની અસર પણ ધીમી પડે છે. ખાસ કરીને ઓઈલી સ્કીન હોય તેમણે તો આ ઉપાય કરવો જ જોઈએ.

ઠંડા પાણીથી ચહેરો સાફ કર્યા પછી ગુલાબજળ અને લીંબુનું મિશ્રણ ચહેરા પર લગાવો. ગુલાબજળ અને લીંબુને તમે કાચની બોટલમાં મિક્સ કરીને સ્ટોર કરી શકો છો. આ મિશ્રણ ચહેરાની સાથે ડોક પર પણ લગાવો. આ મિશ્રણમાં તમે ગ્લીસરીન પણ ઉમરી શકો છો. તેનાથી ત્વચા સાફ થાય છે.

ગુલાબજળને તમે એકલું પણ લગાવી શકો છો. તે ત્વચા માટે બેસ્ટ ટોનર છે. તેનાથી ઓપન પોર્સ બંધ થાય છે અને ચહેરો ફ્રેશ રહે છે. ગુલાબજળ લગાવ્યા બાદ ત્વચાને અનુકૂળ હોય તેવું મોઈશ્ચરરાઈઝર લગાવો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ કામ કરવા ઉપરાંત જરૂરી છે કે તમે શરીરને હાઈડ્રેટ રાખો. પુરતા પ્રમાણમાં પાણી લેવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને સાથે જ ખીલ, ફોડલી, ડાઘ દુર થાય છે. પાણીનું પુરતું પ્રમાણ શરીરને હાઈડ્રેટ રાખે છે. તેનાથી શરીર ડિટોક્સ થાય છે.

પાણી ઉપરાંત દિવસ દરમિયાન ફ્રુટ જ્યુસ, નાળિયેર પાણી, ગ્રીન ટી પણ પી શકાય છે. આ ઉપાય કરવાની શરુઆત કરશો કે તુરંત તમને ત્વચાની સુંદરતામાં અસર દેખાવા લાગશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!