ગૂલરનું ફળ અંજીર જેવું દેખાય છે. આ ફળ ઔષધીય ગુણોનો ખજાનો છે. તેના ઉપયોગથી શરીરની અલગ અલગ બીમારીની સારવાર થઈ શકે છે.
ગૂલરના મૂળ, ફળ, છાલ અને દૂધ બધું જ શરીરને લાભ કરે છે. તેનો સ્વાદ મીઠો હોય છે. ગુલરનું સેવન કેવી રીતે કરવું અને તેનાથી શું લાભ થાય જાણો.
નબળાઈ – શરીરમાં સતત થાક અને નબળાઈ રહેતી હોય તો તેના માટે ગૂલરનું ફળ ખાઈ શકાય છે. ગૂલરના સુકા ફળને પીસી તેનો પાવડર તૈયાર કરી લેવો. નિયમિત રીતે 10 ગ્રામ પાવડર લેવાથી નબળાઈ દુર થાય છે.
પેટનો દુખાવો – પેટનો દુખાવો દુર કરવા માટે આ ફળ બેસ્ટ છે. તેના માટે ગુલરના પાકા ફળને ગોળ અથવા મધ સાથે લેવું. તેનાથી રક્તપીત પણ મટે છે. મોઢામાં ચાંદા પડી ગયા હોય તો ગૂલરના પાનનો ઉકાળો બનાવી તેનાથી કોગળા કરવા.
નસકોરી ફુટવી – વારંવાર નસકોરી ફુટતી હોય અને નાકમાંથી લોહી પડતું હોય તો તેનાથી રાહત મેળવવા માટે 20 ગ્રામ ગૂલરની છાલનો પાવડર પાણીમાં પીસી તાળવા પર લગાવો.
માસિકની સમસ્યાઓ – માસિક સમયે વધારે રક્તસ્ત્રાવ થતો હોય તો ગૂલરના પાકેલા ફળને સાકર સાથે ખાવા. તેનાથી રક્તસ્ત્રાવ બંધ થાય છે.
વારંવાર પેશાબ જવું પડતું હોય તો એક ચમચી ગૂલરની છાલને ચાર કપ પાણીમાં ઉકાળો. પાણી એક કપ વધે ત્યારે તેને પી જવું. તેનાથી પણ લાભ થાય છે.
ઝાડા – ઝાડાની સમસ્યામાં ગૂલરના દૂધના 4 ટીપા પતાસા પર ઉમેરી દિવસમાં ત્રણ વાર ખાવાથી લાભ થાય છે.
હરસની સારવાર – ગૂલરના દૂધના 10 ટીપા પાણીમાં મિક્સ કરીને પીવાથી હરસમાંથી પડતું લોહી બંધ થાય છે. ગૂલરના દૂધને મસા પર લગાવવાથી પણ લાભ થાય છે. ગૂલરના દૂધમાં રુ પલાળી અને ભગંદરની અંદર મુકવાથી લાભ થાય છે.
મૂત્ર રોગની સારવાર – મૂત્રનો કોઈપણ રોગ હોય તેની સારવાર માટે 2 પાકેલા ગૂલરના ફળનું દિવસમાં સેવન કરવું. તેનાથી પેશાબની સમસ્યા દુર થાય છે. તેનું દૂધ પતાસામાં લગાવી ખાવાથી મૂત્ર વિકાર દુર થાય છે.
ઘા મટાડવા માટે – શરીર પર થયેલો ઘા મટાડવા માટે ગૂલરના દૂધમાં રુ પલાળી ઘા પર લગાવો. તેનાથી ઘા ઝડપથી રુઝાય છે. કાચા ફળનું ચૂર્ણ બનાવી અને તેમાં સાકર ઉમેરી તેનું સેવન કરવાથી પણ લાભ થાય છે.
તાવ- ગૂલરના મૂળના 10 મિલી રસમાં અથવા મૂળની છાલના રસને તેનાથી 10 ગણા પાણીમાં પલાળી તેમાં સાકર ઉમેરી તેનું સેવન કરવું. તેનાથી તાવ મટે છે.