જો તમને આ પ્રકારની ઉલટી થાય તો ચેતી જજો, નહિ તો ભયંકર..

 

ખાવા પીવામાં ફેરફાર થઈ જાય કે પછી કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય ત્યારે ઘણીવાર ઉલટી થતી હોય છે. પરંતુ ઘણીવાર એવું જોવા મળે કે ઉલટીમાં લોહી નીકળતું હોય.

જ્યારે ઉલટીમાં લોહી નીકળે તો તેને સામાન્ય વાત ગણી ન લેવી જોઈએ. ઉલટીમાં લોહી નીકળવું ગંભીર સમસ્યાનું લક્ષણ પણ હોય શકે છે. ઘણીવાર ઉલટીમાં નીકળતું લોહી ઘાતક પણ સાબિત તાય છે.

ઉલટી થાય અને તેમાં એક કે બે ટીપાં લોહી પણ દેખાય તો બેદરકારી રાખવી નહીં. ઉલટીમાં લોહી નીકળવાનું કારણ ગળામાં અલ્સર, અન્નનળીની નીચેના ભાગની દિવાલમાં તિરાડ પડવાથી પણ ઉલટી થાય છે.

જો સમસ્યા ગંભીર ન હોય તો તે આપોઆપ મટી જાય છે. પરંતુ વારંવાર ઉલટીમાં લોહી નીકળે તો તે ગંભીર સમસ્યા તરફ ઈશારો હોય શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જેમકે ઉલટીમાં લોહી નીકળવું લિવરના રોગનો સંકેત હોય શકે છે. આ સિવાય જો ઉલટીમાં વધારે લોહી નીકળે તો તે સામાન્ય નથી. શરીરમાં કોઈ ગંભીર સમસ્યા હોય ત્યારે ઉલટી લોહીની થાય છે. ઉધરસમાં, ઉલટીમાં લોહી નીકળવું પાચનતંત્રમાં રક્તસ્ત્રાવનો પણ સંકેત કરે છે.

જ્યારે રક્તસ્ત્રાવ પાચનતંત્રમાં ઉપર તરફ આવવા લાગે છે ત્યારે તે ઉલટી કે ઉધરસ સહિતના માધ્યમથી બહાર નીકળવા લાગે છે. આ ઉલટી લાલ કે કોફી અથવા કાળા રંગની હોય શકે છે. ઘણીવખત આવી સ્થિતિમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ જરૂર પડે છે.

જો આ સમસ્યાની સારવાર કરવામાં ન આવે તો શરીરમાં રક્તની ઉણપ સર્જાઈ જાય છે. ઉલટીમાં લોહી આવે ત્યારે પેટમાં દુખાવો, જીવ મુંજાવો, જમવાનું બહાર નીકળી જવું જેવી સમસ્યા થઈ શકે છે. ઉલટીમાં લોહી નીકળે તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

લીવરમાં, ગળામાં, અન્નનળીમાં, પેટમાં કોઈ ગંભીર સમસ્યા હોય તો ઉલટીમાં લોહી નીકળે છે. આ સિવાય દારુ પીવાથી, સિરોસિસની બીમારીથી પણ ઉલટીમાં લોહી નીકળે છે. આ સિવાય કિડનીના રોગ, આંતરડામાં સમસ્યા, પેટનું કેન્સર, વિટામીન સીની ઊણપ હોય ત્યારે પણ ઉલટીમાં લોહી નીકળે છે.

આવી સ્થિતિમાં સૌથી પહેલા તો તેલ, મસાલાવાળો ખોરાક લેવાનું બંધ કરી દેવુ. જો અલ્સરના કારણે આ સમસ્યા થતી હોય તો તેના માટે આલ્કોહોલ અને તેલ મસાલાવાળા ખોરાક લેવાનું બંધ કરી દેવું. આ સિવાય તુરત ડોક્ટર પાસે જઈ ચેકઅપ કરાવી લેવુ.

ઉલટીમાં લોહી શા માટે નીકળે છે તેની તપાસ અલ્ટ્રાસાઉન્ડ, સીટી સ્કેન, એક્સ રે, એમઆરઆઈ, એન્ડોસ્કોપી અને બ્લડ ટેસ્ટ દ્વારા કરી શકાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!