મિત્રો કોઈપણ કારણથી પીળા પડેલા દાંત એક સરળ ઉપાય કરીને ચમકાવી શકાય છે. આજે તમને જણાવીએ પીળા પડેલા દાંતને ચમકાવવાનો સરળ ઉપાય. સામાન્ય રીતે દાંતની સંભાળના અભાવના કારણે દાંત પીળા પડવા લાગે છે.
દાંત વ્યસનના કારણે પણ પીળા પડી જાય છે. એકવાર દાંત પીળા પડી જાય તો વ્યક્તિની સ્માઈલ ગુમ થઈ જાય છે કારણ કે તેના કારણે ખુલીને હસવામા પણ સંકોચ થાય છે.
પીળા દાંતને સફેદ કરે તેવી ટુથપેસ્ટ પણ બજારમાં મળે છે. પરંતુ તે પણ કાયમી ઈલાજ કરતી નથી. જ્યાં સુધી તમે તેનો ઉપયોગ કરો ત્યાં સુધી જ તેની અસર દેખાય છે. પછી ફરી દાંત પીળા પડવા લાગે છે. આજે તમને દાંતને સફેદ કરવાનો કાયમી ઈલાજ જણાવીએ.
કેટલાક ઘરગથ્થુ ઈલાજ કરીને તમે પીળા દાંતને સફેદ મોતી જેવા ચમકાવી શકો છો. તે પણ ગણતરીના દિવસોમાં. સૌથી પહેલા તો દાંતને પીળા થતા અટકાવવા હોય તો ધુમ્રપાન, ગુટખા, તમાકુનું સેવન કરવાનું છોડી દેવું.
આ ઉપરાંત ચા અને કોફી પણ છોડી દેવા. આ સાથે જો અહીં દર્શાવેલા ઉપાયો કરશો તો તમારા પીળા પડેલા દાંત પણ સફેદ મોતી જેવા થઈ જશે.
પીળા પડેલા દાંતને સફેદ કરવા માટે કેળાની છાલનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે કેળાની છાલના નાના ટુકડા કરી અને તેને દાંત ઉપર 3થી 4 મિનિટ સુધી ઘસો. ત્યારબાદ હુંફાળા પાણીથી કોગળા કરી લો. અને દાંત પણ સાફ કરી લો.
લીંબુની મદદથી પણ પીળા દાંતને સફેદ કરી શકાય છે. તેના માટે લીંબુના રસમાં મીઠું ઉમેરી પેસ્ટ બનાવો અને તેને દાંત ઉપર લગાવી હળવા હાથે મસાજ કરો. તેનાથી રોજ દાંત સાફ કરશો તો દાંતનો રંગ સફેદ થવા લાગશે.
આ સાથે જ લીંબુની છાલ પણ દાંત પર ઘસવાથી પીળા દાંત સફેદ થવા લાગે છે. તેના માટે રસ કાઢ્યા પછી લીંબુની છાલને ફેંકવાને બદલે દાંત પર તેનાથી મસાજ કરો.
દાંતને સફેદ કરવા માટે વિનેગરનો પણ ઉપયોગ કરી શકાય છે. તેના માટે બ્રશ કર્યા પછી વિનગેરને પાણીમાં ઉમેરી અને તેનાથી કોગળા કરવાનું રાખો. કોગળા કરવાનું પાણી હુંફાળુ ગરમ રાખવું. તેનાથી પીળા પડેલા દાંત સફેદ થાય છે.
સફરજનના સરકામાં જૈતૂનનું તેલ ઉમેરી બ્રશ કરવાથી પીળા દાંત સફેદ થાય છે. સ્ટ્રોબેરીની પેસ્ટનો ઉપયોગ કરવાથી પણ દાંતની પીળાશ દુર થાય છે. તમે દાંતને ચમકાવવા માટે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો.