દવા વગર પણ આ ઘરેલું ઉપાયથી દૂર થઈ જશે ડાયાબિટીસ

મિત્રો આજના સમયમાં ડાયાબિટીસ ખૂબ જ ઝડપથી વધતો રોગ બની ગયો છે. ડાયાબિટીસ એવી સમસ્યા છે જેના કારણે જીવ પર જોખમ ઊભું થઈ શકે છે. ડાયાબિટીસની સારવાર સમયસર કરવી પડે છે. જો આવું કરવામાં ન આવે તો ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

ડાયાબિટીસના કારણે હૃદય, કિડની, લીવર, મગજ બધા જ અંગ પર અસર થઈ શકે છે. ડાયાબિટીસ હોય ત્યારે સૌથી વધારે જરૂરી છે કે બ્લડ શુગર કંટ્રોલમાં રહે. ડાયાબિટીસના દર્દીઓએ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે.

ખાવા-પીવાથી લઈને પડવા વાગવા માં પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. ડાયાબિટીસને કોઇ ઇજા થાય તો ઝડપથી રૂઝ આવતી નથી. આજે તમને કેટલાક એવા ઉપાયો જણાવીએ છીએ જેને કરવાથી ડાયાબિટીસને મટાડી શકાય છે.

કાળા જાંબુ ડાયાબીટીસની અકસીર દવા છે. એક લીટર પાણીમાં બેસી ગ્રામ કાળા જાંબુ ઉમેરીને 15 મિનિટ સુધી તેને ઉકાળો. પાણી અડધું થઈ જાય પછી તેને કપડાંથી ગાળી લો અને કાચના વાસણમાં ભરી લો. હવે આ પાણીને દિવસ દરમિયાન થોડું થોડું કરીને પીવાનું છે. તેનાથી પેશાબ માં જતી સાકરનું પ્રમાણ ઘટે છે.

કારેલા ખાવાથી પણ બ્લડ શુગર લેવલ ઘટે છે. તેના માટે રોજ સવારે ખાલી પેટ કારેલાનો રસ પીવો જોઇએ. આ સિવાય જાંબુના ઠળિયાનો ગર્ભ પણ પાણી સાથે દિવસમાં બે વખત લેવાથી ડાયાબિટીસ મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

200 ગ્રામ જાંબુના ઠળિયા, 50 ગ્રામ લીમડાનો ગળો, 50 ગ્રામ હળદર ખાંડીને ચૂર્ણ બનાવો. હવે આ ચૂર્ણમાં જાંબુનો રસ મિક્સ કરો અને તેને સુકવી લો. આ રીતે તૈયાર કરેલું ચૂર્ણ સવારે અને સાંજે પાણી સાથે લેવાથી ડાયાબીટીસની તકલીફ દૂર થાય છે.

ડાયાબિટીસથી છુટકારો મેળવવા માટે રોજ સવારે લીમડાના કુણા પાનને બરાબર રીતે ચાવીને ખાવાનું રાખો. આ સિવાય રોજ રાત્રે 15 ગ્રામ મેથી પાણીમાં પલાળી દેવી અને સવારે તેનું સેવન કરવું.

કારેલાના ટુકડા કરી તેને તડકામાં સુકવી લેવા અને પછી તેનો પાવડર કરી લેવો. આ પાવડરને સવારે અને સાંજે 10 ગ્રામની માત્રામાં એક મહિના સુધી લેવાથી પેશાબમાં વહી જતી સાકર બંધ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જાંબુના ઠળિયા, મામેજવો, લીમડાની છાલ, હરડે, બહેડા અને આમળાને સરખા ભાગે લઈ ચૂર્ણ કરો. હવે તેને દિવસમાં 2 વખત લેવાનું રાખો. તેનાથી ડાયાબીટીસ મટે છે.

હળદરના ગાંઠિયાને ઘીમાં શેકી લેવા. ત્યારબાદ તેનું ચૂર્ણ કરી લેવું. આ ચૂર્ણ રોજ લેવાથી ડાયાબીટીસ અને શરીરની અન્ય સમસ્યા મટે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!