થોડા દિવસમાં જ તમારે વજન ઉતારી પાતળું થવું હોય તો કરી લો આ કામ

મિત્રો આજના સમયમાં જીવનશૈલીના કારણે મોટાભાગના લોકોને સ્થૂળતાની સમસ્યા સતાવે છે. વધારે વજનને ઘટાડવા માટે લોકો દિવસ-રાત મહેનત કરે છે પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેને આ કામમાં સફળતા મળતી નથી.

તેવામાં આજે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીએ જેને 17 મહિનામાં ખાસ દિનચર્યાને અનુસરીને પોતાનું વજન 37 કિલો ઓછું કર્યું છે. લાઈફસ્ટાઈલમાં ફેરફાર કર્યા પહેલાં તેનું વજન 104 કિલો હતું. એટલે કે ફક્ત લાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરીને વજન ઝડપથી ઘટાડી શકાય છે.

વજન ઘટાડવા માટે અતિશય મહેનત કરવા છતાં પણ ધાર્યું પરિણામ ન મળે તો લોકો હતાશ થઈ જાય છે. આવું જ કંઈક થયું હતું માણેક ધોડી નામના વ્યક્તિ સાથે. તેનું વજન 104 કિલો હતું અને જેના કારણે તેને અનેક સમસ્યા થતી હતી.

તેણે પોતાનું વજન ઉતારવાનો મક્કમ નિર્ધાર કર્યો અને પછી સૌથી પહેલાં પોતાની જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કર્યા. આ ફેરફાર કરવાની સાથે જ તેનું વજન ફટાફટ ઊતરવા લાગ્યું. તેણે વજન વધારવાનું ત્યારે નક્કી કર્યું જ્યારે વધારે વજનના કારણે તેના હૃદય પર અસર થવા લાગી અને દૈનિક કાર્યો કરવામાં પણ સમસ્યા થવા લાગી.

વજન ઉતારવાનું નક્કી કરવાની સાથે જ તેણે કેટલાક ફેરફાર કર્યા. આ ફેરફાર તેના વજનમાં ઘટાડાનું મુખ્ય કારણ બન્યા. તેણે સૌથી પહેલા જંકફુડ ખાવાનું છોડી દીધું. તેણે જંક ફૂડ ખાવાનું છોડ્યું તેના 30 જ દિવસમાં તેના વજનમાં છ કિલોથી વધારેનો ઘટાડો થયો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જંક ફૂડ ખાવાનું છોડ્યું તેની સાથે જ તેણે રોજ દોડવાની શરૂઆત કરી. તે નિયમિત રીતે દોડવા લાગ્યો. જ્યારે તેનું વજન વધારે હતું અને લાઇફસ્ટાઇલ પણ અનિયમિત હતી ત્યારે તેનું કોલેસ્ટ્રોલ વધી ગયું હતું અને રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હતી.

ત્યારબાદ જ્યારે તેની દિનચર્યામાં તેણે ફેરફાર કર્યો તો વજનની સાથે કોલેસ્ટ્રોલ પણ ઘટવા લાગ્યું અને રોગપ્રતિકારક શક્તિ પણ વધી ગઇ. એક સમયે જે વ્યક્તિ પોતાની બાળકીને સ્કૂલમાં એક સ્પર્ધામાં અડધો માઈલ પણ દોડી શકતો ન હતો. તેણે પોતાની દિનચર્યામાં ફેરફાર કરીને વજન ઘટાડ્યું અને હાફ મેરેથોન પણ દોડવા લાગ્યો.

આ વ્યક્તિએ વજન ઘટાડવા માટે પોષણયુક્ત આહાર અને વર્કઆઉટને તેની દિનચર્યાનો મુખ્ય ભાગ બનાવ્યો. તે રોજ સવારે દોડવા ઉપરાંત કાર્ડિયો અને બોડી વેટ ટ્રેનિંગ પણ કરતો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેણે પોતાના ભોજનમાંથી રિફાઇન્ડ લો, તળેલો ખોરાક, મીઠાઈ, કોલ્ડ્રીંકની બાદબાકી કરી નાખી. સાથે જ તે નિયમિત રીતે પાંચ માઇલ દોડતો. તેના દિવસની શરૂઆત કે હુંફાળું ગરમ પાણી, મધ અને લીંબુ સાથે કરતો. સાથે જ નાસ્તામાં ઈંડાની સફેદી, ઓમલેટ, ઉપમા, વેજીટેબલ ચીલ્લા જેવી વસ્તુઓ ખાતો.

બપોરના ભોજન પહેલા તે એક કપ ગ્રીન ટી પીતો અને લંચમાં એક પ્લેટ સલાડ, દાળ અને શાકભાજી ખાતો. રાત્રે 7.30 સુધીમાં જમી લેતો અને રાતના ભોજનમાં પણ સલાડ અથવા તો હળવો આહાર લેતો. આ રીતે તેણે પોતાનું વજન 37 કિલો ઘટાડી લીધું.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!