દોસ્તો નારિયેળ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે, જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. નારિયેળનું પાણી પીવાથી આપણા શરીરને તાજગી મળે છે સાથે જ અનેક બીમારીઓથી પણ રાહત મળે છે.
ઉનાળામાં નારિયેળ પાણી પીવાથી પાણીની કમી થતી નથી સાથે સાથે તેનાથી શરીરનું વજન પણ ઘટે છે અને ત્વચા એકદમ ચમકદાર બને છે.
નારિયેળમાં વિટામીન, પોટેશિયમ, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામીન અને મિનરલ્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. નારિયેળનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં થાય છે.
નારિયેળમાં ચરબી અને કોલેસ્ટ્રોલ હોતું નથી, તેથી નારિયેળ મેદસ્વીપણાથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. તો ચાલો આપણે જાણીએ કે નારિયેળના ફાયદા કયા કયા છે.
નાકમાંથી લોહી નીકળવું એટલે કે નસકોરી ની સમસ્યા દૂર કરવા માટે કાચા નારિયેળનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકોને નાકમાંથી લોહી પડવાની સમસ્યા હોય છે, મોટેભાગે આ સમસ્યા ઉનાળામાં થાય છે. આવામાં જો તમે ખાલી પેટ નારિયેળ પાણીનું સેવન કરો છો, તો આ લોહીનો પ્રવાહ જલ્દી ઠીક થઈ જશે.
નારિયેળ પાણી યાદ રાખવાની ક્ષમતા વધારવા માટે પણ કામ કરે છે. રોજ નારિયેળ પાણી પીવાથી મગજ યોગ6 રીતે કામ કરે છે અને મગજની નર્વસ સિસ્ટમમાં અસંતુલન દૂર થાય છે. તેનાથી મગજમાં થતી સમસ્યાઓથી છુટકારો મળે છે.
જો તમારા ચહેરા પર ખીલ થઈ ગયા છે તો નારિયેળ ખૂબ જ ફાયદાકારક છે. આ માટે નાળિયેર પાણીમાં કાકડીનો રસ મિક્સ કરીને સવાર-સાંજ ચહેરા પર લગાવો. જેનાથી થોડા જ દિવસોમાં તમને ચહેરા પર ખીલ અને ડાઘા થી આરામ મળશે.
ચહેરાને સુંદર અને આકર્ષક બનાવવામાં આ રીત ખૂબ જ અસરકારક છે. આ સિવાય નારિયેળ તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ખીલ દૂર થઈ જાય છે.
નારિયેળમાં કોલેસ્ટ્રોલ અને ફેટ એકદમ ઓછું હોય છે, જે સ્થૂળતા ઘટાડવાનો સારો સ્ત્રોત છે. દરરોજ નારિયેળ પાણી પીવાથી વજન ઘટાડી શકાય છે. નાળિયેરમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે ખાવાથી શરીરમાં કેલરીની માત્રા વધારે વધતી નથી.
આવામાં જો તમે ભૂખ્યા હોય ત્યારે નારિયેળ ખાવાનું શરૂ કરી દેવું જોઈએ, જેનાથી તમારા શરીર પર વધારાની ચરબી આવશે નહીં અને તમને ભૂખ ઓછી લાગશે.
તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકોને રાત્રે પૂરતી ઊંઘ આવતી નથી અથવા તો તેઓ થોડા સમયમાં જ જાગી જાય છે, એવા લોકો માટે નારિયેળ પાણી ખૂબ જ ફાયદાકારક છે.
જો તમને પણ આવી જ સમસ્યા હોય તો દરરોજ રાત્રિભોજન કર્યાના 1 કલાક પછી અડધો ગ્લાસ નારિયેળ પાણી પીવું જોઈએ. જેનાથી તમારી ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થઈ જશે અને તમે સારી રીતે ઊંઘી શકશો.
જો તમને માથાનો દુખાવો થતો હોય તો નારિયેળના તેલમાં બદામ મિક્સ કરીને તેને બારીક પીસીને માથા પર લગાવો. જેનાથી ટૂંક સમયમાં તમારો માથાનો દુખાવો દૂર થઈ જશે અને તમને આરામ મળશે.
નાળિયેરમાં સોડિયમ ઓછું અને પોટેશિયમ વધુ હોય છે. તેથી જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમના માટે નારિયેળ પાણી ખૂબ જ ફાયદાકારક છે.
આ સાથે નારિયેળ પાણી શરીરના લોહીને શુદ્ધ કરે છે, જેથી શરીરને યોગ્ય માત્રામાં લોહી મળે છે.