શરીરની બધી જ નબળાઈઓ દૂર કરી નાખશે આ વસ્તુ

દોસ્તો ઉનાળાની સીઝન એટલે અથાણા કરવાનો સમય. અથાણા કરવા માટે મળતી વસ્તુમાંથી એક વસ્તુ એવી છે જે શરીર માટે અતિ ગુણકારી છે. આ વસ્તુ નું અથાણું દરેક ગુજરાતીનાં ઘરમાં બને છે.

આ વસ્તુ અન્ય કોઈ નહીં પરંતુ ગુંદા છે. ગુંદા ખૂબ જ ગુણકારી હોય છે. તે કેલ્શિયમ અને ફોસ્ફરસ નો સૌથી સારો સ્ત્રોત હોય છે. તેનું સેવન કરવાથી શરીરની નબળાઈ દૂર થઈ જાય છે.

ગુંદા ચીકણા હોય છે પરંતુ તે પિત્ત દૂર કરનાર છે કારણ કે તેની પ્રકૃતિ ઠંડી છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઈંડા કરતાં પણ ગુંદા દસ ગણા વધારે પૌષ્ટિક હોય છે. તમે ગુંદા ખાશો ઈંડા ખાવાથી થતા લાભ કરતાં પણ બમણા લાભ મેળવશો.

ગુંદા આયર્નથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાંથી રક્તની ઉણપ પણ દૂર થાય છે. તેને ખાવાથી પગ અને હાથના સોજા પણ દૂર થાય છે. ગુંદા ને કપૂર સાથે મિક્સ કરીને સોજા પર લગાડવાથી દુખાવો અને સોજો બંને ઉતરે છે.

ગુંદામાંથી બનતા લાડુ ખાવાથી શરીરમાં નબળાઈ દૂર થાય છે અને સ્ફૂર્તિ વધે છે. તેનાથી શરીરની શક્તિ વધે છે. તેનું સેવન કરવાથી શરીર બળવાન થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો ઓળી કે અછબડાના કારણે શરીર પર ડાઘા થઈ ગયા હોય તો તેને દૂર કરવા માટે ગુંદા ના પાનનો ઉપયોગ કરવો. તેના માટે ગુંદાના પાનને વાટીને તેનો રસ કાઢી લેવો અને પછી ડાઘા થયા હોય તે ત્વચા પર લગાડી દો.

આરામ કર્યા પછી પણ શરીરમાં આળસ જણાતું હોય તો આળસ દૂર કરી અને સ્ફૂર્તિ લાવવા માટે ગુંદા ખાવાની શરૂઆત કરી દો.

ગુંદા ખાવાથી મગજ ની શક્તિ પણ સુધરે છે. જે લોકોને અનિદ્રાની તકલીફ હોય તેમણે ગુંદાના પાઉડરમાં ગોળ ઉમેરીને રાત્રે સુતા પહેલા ખાવું. તેનાથી ઊંઘ સારી આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

રક્તપિત ના દર્દી ને પાકા ગુંદાનું શાક ખાવું જોઈએ. ગુંદાનું અથાણું ખાવાથી પણ લાભ થાય છે. કિડનીની તકલીફ હોય તો ગુંદા ખાવાથી લાભ થાય છે.

ગુંદા ખાવાથી લિવર પણ સ્વસ્થ રહે છે અને સમસ્યાઓ દૂર થાય છે. ગુંદા કબજિયાતનો તો સૌથી મોટો દુશ્મન છે તેનું સેવન કરશો તો કબજિયાત તુરંત દૂર થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!