તમે પણ આ વસ્તુઓ સાથે ખાતા હોય તો બંધ કરી દેજો, નહિ તો શરીરમાં ઝેર જ ઝેર થઈ જશે

 

દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે કારણ કે તેમાંથી કેલ્શિયમ, આયોડિન, પોટેશિયમ, વિટામીન ડી સહિતના જરૂરી પોષકતત્વો શરીરને મળે છે. દૂધનું સેવન દરેક વ્યક્તિએ નિયમિત કરવું જોઈએ.

કારણ કે દૂધ પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. પરંતુ દૂધની સાથે કેટલીક વસ્તુઓ લેવાનું ટાળવું જોઈએ. આ વસ્તુઓ દૂધ સાથે લેવામાં આવે તો દૂધથી લાભ નહીં નુકસાન થાય છે.

1. કોઈપણ પ્રકારના ખાટા ફળ અને દૂધ એકસાથે લેવા જોઈએ નહીં. ખાટા ફળોમાં વિટામિન સી અને સાઈટ્રિક એસિડ વધારે હોય છે તેને દૂધ સાથે લેવાથી રક્ત વિકાર થાય છે. અને પેટમાં પણ સમસ્યા થાય છે. ખાટા ફળ એટલે કે સંતરા, લીંબુ, અનાનાસ, આમળી, આમળા વગેરે.

2. દૂધની સાથે તમે નમકીન બિસ્કીટ ખાવાની ભુલ પણ ક્યારેય કરતાં નહીં. તેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેથી નમકીન બિસ્કીટને દૂધ સાથે લેવાનું હંમેશા ટાળવું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

3. દૂધ સાથે માંસ લેવાથી શરીરમાં એલર્જી થઈ જાય છે. કારણ કે બંને વસ્તુઓ પ્રોટીનથી ભરપુર હોય છે. તેનું એકસાથે સેવન કરવાથી પાચનતંત્ર પર દબાવ પડે છે અને પેટની સમસ્યાઓ થાય છે.

4. દૂધ અને માછલી પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. દૂધની તાસિર ઠંડી હોય છે અને માછલી ગરમ. બંનેને એકસાથે લેવાથી ગેસ, એલર્જી, ત્વચાની સમસ્યા થઈ શકે છે.

5. દૂધ અને ચેરીનું સેવન પણ સાથે કરવાથી સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. તેનાથી બચવા માટે જો ચેરી ખાવી જ હોય તો દૂધ પીધું હોય તો 2 કલાક પછી ચેરી ખાવી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

6. દૂધ અને ફણસ ખાવું પણ જોખમી છે. ફણસ જેને જેકફ્રુટ પણ કહેવાય છે તેનું સેવન દૂધની સાથે કે દૂધ પીધા પછી તરત કરવું જોઈએ નહીં.

દૂધ સાથે કારેલા પણ ખાવા જોઈએ નહીં. દૂધ સાથે કારેલા અને ફણસ જેવા શાક ખાવાથી ત્વચાની સમસ્યા જેમક ધાધર, ખરજવું, ખંજવાળ, સોરાયસીસ થઈ શકે છે.

7. દૂધ અને તરબૂચનું પણ મિશ્રણ ક્યારેય કરવું જોઈએ નહીં. તરબૂચ અને દૂધ સાથે લેવાથી શરીરને નુકસાન થાય છે. તરબૂચમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે તેનું સેવન દૂધ સાથે કરવાથી શરીર પર વિપરીત અસર થાય છે અને પાચન સંબંધિત સમસ્યાઓ થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!