દૂધ સાથે આ વસ્તુ પીવાથી હાડકાના દુખાવા થઈ જશે ગાયબ

 

હળદર રસોડામાં રહેલી એવી ઔષધીય વસ્તુ છે જેનો ઉપયોગ કરીને શરીરની ઘણી સમસ્યાઓને દવા વિના દુર કરી શકાય છે. હળદર અનેક બીમારીઓને દુર કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાં પણ જો તમે હળદરને દૂધ સાથે ઉમેરીને પીવો છો તો તે શરીરની કેટલીક સમસ્યા માટે તો અકસીર દવા બની જાય છે.

ઘરના વડિલો પણ બાળકોને રાત્રે હળદરવાળું દૂધ પીવડાવવાની વાત કરતા હોય છે. આવું તેઓ એટલા માટે કહેતા હોય છે કે હળદરવાળું દૂધ પીવાથી શરીર સ્વસ્થ રહે છે. આપણું શરીર ઘણા રોગોથી બચી જાય છે જ્યારે આપણે હળદરવાળું દૂધ પીવાનું શરુ કરીએ છીએ ત્યારે.

સાંધાના દુખાવા કરે છે દૂર – સાંધાના દુખાવા એવી સમસ્યા છે જે નાની ઉંમરમાં પણ જીવનશૈલીના કારણે થઈ શકે છે. સાંધાના દુખાવાની સમસ્યાથી મુક્તિ મેળવવી હોય તો હળદરવાળું દૂધ પીવાનું શરુ કરી દો. રોજ હળદરવાળું દૂધ પીવાથી સાંધાના દુખાવા દુર થાય છે.

હળદરમાં એન્ટી ઈફ્લેમેટરી ગુણ હોય છે જે સાંધાના દુખાવા અને સોજા દૂર કરે છે. તેનાથી જકડાયેલા સ્નાયૂમાં પણ રાહત થાય છે. હળદરવાળા દૂધમાં રહેલા કર્ક્યુમિન અને એન્ટી ઈફ્લેમેટરી ગુણ દુખાવા દુર કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હાંડકા થાય છે મજબૂત – હળદર અને દૂધમાં કેલ્શિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. દરરોજ બે વખત હળદરવાળું દૂધ પીવાથી હાડકા મજબૂત થાય છે. સાથે જ કોઈપણ પ્રકારના ફ્રેકચર કે હાડકાના નુકસાન સમયે પણ હળદરવાળું દૂધ પી શકાય છે.

લીવર માટે લાભકારી – હળદરવાળું દૂધ પીવાથી લીવર ડીટોક્સ થાય છે. લીવરમાં રહેલા તમામ ઝેરી પદાર્થો દૂર થાય અને રક્ત શુદ્ધ થાય છે. તેથી રોજ રાત્રે સુતી વખતે હળદરવાળું દૂધ પીવું જોઈએ.

કેન્સર સામે લડે છે – હળદરમાં કકર્ક્યુમિન નામનું તત્વ હોય છે જે કેન્સરને રોકવામાં મદદ કરે છે. દૂધમાં થોડી માત્રામાં હળદર ઉમેરીને પીવાથી કેન્સર જેવી ભયંકર બીમારીથી બચી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ઊંઘ માટે જરૂરી – જે લોકોને રાત્રે બરાબર ઊંઘ આવતી ન હોય તેમના માટે હળદરવાળું દૂધ ઔષધી છે. હળદરમાં ટ્રાઈટોફન હોય છે જે ગાઢ ઊંઘ મેળવવામાં મદદ કરે છે.

પાચનશક્તિ સુધાર છે – હળદરવાળું દૂધ પીવાથી પાચનશક્તિ મજબૂત થાય છે. હળદરવાળું દૂધ પીવાનું રાખો ત્યારે ફક્ત ટોન્ડ દૂધ એટલે ઓછા ફેટવાળું દૂધ પીવું, કારણ કે વધારે ફેટવાળું દૂધ પાચનમાં ભારે પડે છે.

આંતરીક ઈજા મટાડે છે – શરીરના અંદરના અંગમાં કોઈ ઈજા થઈ હોય તો હળદરવાળું દૂધ પીવાથી તે ઈજા મટે છે. હળદર અને દૂધમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક તત્વ શરીરની અંદરના બેક્ટેરિયાને દૂર કરે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!