દોસ્તો કમરકસ કે જેને આપણે પલાશ તરીકે પણ ઓળખીએ છે. આ એક ઔષધીય અને ફાયદાકારક છોડ છે જે શરીરની માટે ખૂબ લાભદાયી છે. કમરકસની ગુંદરને લોકો ડિલિવરી થઈ ગયા પછી માતાને લાડવામાં ઉમેરીને ખવડાવતા હોય છે.
તમને જણાવી દઈએ કે આ સાથે કમરકસના ફૂલ, બીજ અને તેની છાલ પણ દવા તરીકે વપરાય છે. ચાલો તમને વિગતે જણાવી દઈએ આ કમરકસ વિષે.
પલાસના ઝાડની છાલ અને ડાળીઓ કાપવામાં આવે ત્યારે એક પ્રકારનો ચીકણો પદાર્થ બહાર આવે છે. જે સુકાઈ જાય છે અને આછા કથ્થઈ લાલ રંગના થઈ જાય છે.
આ હળવા કથ્થઈ લાલ રંગના પદાર્થને પલાસનો ગુંદર અથવા કમરકસ કહેવાય છે. ચાલો હવે તમને જણાવી દઈએ કે કમરકસથી તમને શું ફાયદા થશે.
મસલ્સ મજબૂત કરશે : અવારનવાર જોવા મળે છે કે પિરિયડના સમય દરમિયાન કમરમાં દુખાવો થાય છે પણ આ દુખાવો કેમ થાય છે એ વિચાર્યું છે. આવું એટલા માટે થાય છે કેમ કે મહિલાઓની કમર એ પુરુષોની સરખામણીએ થોડી નાજુક હોય છે. એટલે ડિલિવરી પછી ખાવામાં કમરકસ ખવડાવવામાં આવે છે. જેનાથી શરીર ફિટ રહે છે અને બોડીને ફરીથી શેપમાં લાવી શકાય છે.
ઉધરસ થાય ત્યારે : જો કોઈને કફ સાથે ખાંસી થતી હોય તો કમરકસની છાલને પાણીમાં ઉકાળીને પીવાથી આ સમસ્યામાંથી રાહત મળે છે. પછી આ પાણી પીતા રહો. તેનાથી ઉધરસની સમસ્યામાંથી ખૂબ જ જલ્દી રાહત મળશે.
જો પેટમાં ગરબડ હોય તો : જો પેટની સમસ્યા હોય તો ઘણી પરેશાની રહે છે, તેના માટે માટીના વાસણમાં પાણી લો અને તેમાં કમરકસો નાખો. 6 કલાક પછી આ પાણીને ગાળીને પી લો.
માથાના દુખાવો થવા પર : જો કોઈને માથાનો દુખાવો કે પછી શરીરમાં સોજા જેવુ લાગતું હોય તો તેનાથી રાહત મેળવવા માટે કમરકસની છાલને પાણીમાં ઉકાળી લેવી પછી આ પાણી પી લેવું. આમ કરવાથી બહુ જલ્દી માથાનો દુખાવો અને સોજામાં રાહત મળશે.
નપુસંકતા કરે દૂર : જે પુરુષ મિત્રોનું વીર્ય પાતળું હોય કે પછી વીર્યમાં શુક્રાણુની કમી આવતી હોય તો તેમણે પલાશ એટલે કે કમરકસ વૃક્ષના મૂળની છાલનું સેવન કરવું ખૂબ લાભદાયી હોય છે.