આ ઉપાયથી ફકત 1 મહિનામાં શરીરની ચરબી બરફની જેમ ઓગળી જશે

 

આજે દર બે વ્યક્તિએ એક વ્યક્તિ વજન ઘટાડવા માટે પ્રયત્ન કરતો હોય છે. આજે દરેક વ્યક્તિ વજન ઘટાડવા માટે કોઈને ને કોઈને સલાહ આપતો હોય છે તો ઘણા એવા છે જે આ બધી સલાહ અપનાવતા હોય છે.

વજન ઘટાડવા માટે ઘણા લોકો ડાયટ પણ કરતાં હોય છે જેમાં તેઓ ઘણું એવું ફૂડ ખાતા હોય છે જે તેમને હેલ્થી રાખે છે અને સાથે સાથે વજન ઘટાડવા માટે તેમને ફાયદો આપે છે.

તમારામાંથી ઘણા એવા પણ હશે જેઓએ ઘણી વાર ઘણા ઉપાય અને ટિપ્સ ને બીજું ઘણુંબધું અપનાવતા હોય છે. પણ તેમ છતાં તેમને જોઈએ એવો ફરક પડતો નથી.

આજે અમે તમારી માટે એવા અમુક ઉપાય લઈને આવ્યા છે જેનાથી તમે ચોક્કસ વજન ઘટાડી શકશો. તમને જાણીને હજી વધારે નવાઈ લાગશે પણ આ ઉપાય કરવાથી તમે ફક્ત 7 દિવસમાં ઘણુંબધું વજન ઘટાડી શકશો. આ વજન ઘટાડો તમે તમારી જાતે જ જોઈ અને અનુભવી શકશો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

વજન ઘટાડવાનું નક્કી કરો એ દિવસથી જ તમારે પાણી વધારે પીવાનું શરૂ કરવાનું છે. તમને જણાવી દઈએ કે તમારે આ 7 દિવસ દરમિયાન દરરોજ 10-12 ગ્લાસ પાણી પીવાનું છે. પાણી એ શરીર માટે ખૂબ જરૂરી છે. તો દરરોજ ભરપૂર પ્રમાણમાં પાણી પીવો.

પાણી પૂરતું પીવાથી તમને પેશાબ વધુ આવશે અને શરીરનો વધારાનો કચરો પેશાબ દ્વારા બહાર નીકળી જશે.

7 દિવસના આ કોર્સ દરમિયાન તમારે પહેલા દિવસે ફક્ત ફ્રૂટનું જ સેવન કરવાનું છે. આમાં કોઈપણ લિમિટ કે પછી કયું ફ્રૂટ ખાવું એ જરૂરી નથી. બસ ધ્યાન એ જ રાખો કે આખો દિવસ ફક્ત ફ્રૂટ જ ખાવ. જ્યારે પણ ભૂખ લાગે કોઈપણ ફ્રૂટ તમે ખાઈ શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ફળ ખાવાના સમયે ધ્યાન રાખવું કે આ પ્રથમ દિવસે કેળાંનું સેવન કરવાનું નથી બાકી આ દિવસે તમે કોઈપણ ફ્રૂટ ખાઈ શકો છો. બસ ફક્ત ફ્રૂટ જ ખાવાનું છે.

ઘણા મિત્રો હશે જેમને દિવસ દરમિયાન ઘણી વાર ચા પીવાનું મન થતું હોય છે જો તમને ચાલે એમ ના હોય તો તમે આદુંવાળી ચા પી શકો છો.

આ સિવાય જો તમને ઠીક લાગે તો લીંબુ પાણી પણ પી શકો છો. તમને જણાવી દઈએ કે લીંબુ પાણી વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

આ સાથે તમને જણાવી દઈએ કે બીજા દિવસે તમારે ફક્ત શાકભાજીનું જ સેવન કરવાનું છે. આ દિવસે તમારે ફ્રૂટનું સેવન કરવાનું નથી. શાકભાજીને તમે સલાડ, કચુંબર તરીકે પણ લઈ શકો છો અને તમે ઈચ્છો તો સૂપ બનાવીને પણ પી શકો છો.

તમારે શાકભાજી ખાવામાં કોઈપણ મસાલા કે તેલનો ઉપયોગ કરવાનો નથી, તમે ઈચ્છો તો બાફેલા શાકભાજીનું સેવન કરી શકો છો આ સાથે દરરોજ જે પાણી પીવાનું છે એ તો ચાલુ જ રાખવાનું છે. 10-12 ગ્લાસ પાણી પીવો.

હવે વાત આવે ત્રીજા દિવસની તો તમને જણાવી દઈએ કે ત્રીજા દિવસે તમારે ફ્રૂટ અને શાકભાજી સેવન કરવાનું છે. આમ કરશો તો તમારા શરીરમાં એનર્જી બનેલ રહેશે. પણ ધ્યાન રાખો કે કેળાંનું સેવન કરવાનું નથી. તમે વચ્ચે વચ્ચે લીંબુ પાણીનું સેવન કરી શકો છો.

ચોથા દિવસે તમારે દૂધનું સેવન કરવાનું છે તમને જણાવી દઈએ કે આ દિવસે તમારે મલાઈ વગરનું દૂધ લેવાનું છે અને સાથે કેળાં પણ ખાવાના છે. દૂધ અને કેળાંથી તમારા શરીરને એનર્જી મળશે, પણ આ સાથે પણ 10-12 ગ્લાસ પાણી તો પીવાનું જ છે.

પાંચમા દિવસે તમારે ભાત અને ટામેટાંનું સેવન કરવાનું છે. તમને ફરી જણાવી દઈએ કે આ દિવસે ફક્ત ટામેટાં અને ભાત જ ખાવાના છે.

તમે ટામેટાં કાપીને ખાઈ શકો છો ઈચ્છો તો થોડો ચાટ મસાલો લઈ શકો પ્રયત્ન કરો કે કોઈપણ મસાલાનું સેવન કરો નહીં. આ દિવસે તમે બાફેલા શાકભાજી પણ ખાઈ શકો છો. અને સાથે લીંબુ પાણી પણ લેવાનું છે. ટામેટાંના સેવનથી પાચનશક્તિ મજબૂત થશે.

છઠ્ઠા દિવસે શાકભાજી અને ભાતનું સેવન કરો. આ દિવસે તમારે એકવાર લીંબુ પાણીનું સેવન કરવાનું છે. અને આખો દિવસ ફક્ત શાકભાજી અને ભાત જ ખાવાનું છે.

સાતમા એટલે કે છેલ્લા દિવસે તમે શાકભાજી, ભાત અને ફળના જ્યુસનું સેવન કરી શકો છો. આ સાથે લીંબુ પાણી પી શકો છો. આ સાથે 10-12 ગ્લાસ પાણી તો પીવાનું જ છે. આમ કરવાથી તમારું વજન ઘટવા લાગશે અને સાથે શરીરમાં નબળાઈ આવશે નહીં.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!