જમીન પર બેસીને ખાવાનું કહવાથી સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદા થાય છે. જો જમીન બેસીને નિયમિત ભોજન કરવામાં આવે તો બોડી પોષચર બરાબર રહે છે અને પાચન તંત્ર પણ વધુ સારી રીતે કામ કરે છે. આયુર્વેદમાં પણ આ કહેવામાં આવ્યું છે કે ભોજન આસનની મુદ્રામાં બેસીને જ કરવું જોઈએ.
આયુર્વેદમાં આ કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે આગળની તરફ નમીને ભોજન મોઢામાં મૂકીએ છીએ તો આપણું ગળું એ જમવાને સાચી જગ્યાએ પહોંચાડવામાં મદદ કરે છે.
આ સિવાય બોડી પોષચર બરાબર રાખવાથી માંસપેશિયો મજબૂત થાય છે અને બ્લડ સર્ક્યુલેશન વધુ સારું કરવામાં મદદ કરે છે. ચાલો તમને જણાવી દઈએ કે જમીન પર બેસીને ખાવાથી તમને બીજા કયા કયા લાભ થઈ શકે છે.
જમીન પર બેસીને ખાવાના ફાયદા.
જ્યારે તમે જમીન પર બેસીને જમો છો તો તમારે સતત આગળ તરફ નમવું પડતું હોય છે જેનાથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન સારી રીતે કામ કરે છે. આ કારણે હ્રદયને બ્લડ પંપ કરવા માટે બહુ ઓછી મહેનત કરવી પડે છે.
જમીન પર બેસીને ખાવાથી કરોડરજ્જુના હાડકાંના નીચેના ભાગ પર જોર પડે છે અને અહિયાંના મસલ્સ પણ મજબૂત થાય છે. તેનાથી શરીરને આરામ મળે છે.
જ્યારે આપણે જમીન પર બેસીને જમીએ છે તો ઘૂંટણ વાળવા પડે છે. આ ઘૂટણ માટેની એક સારી કસરત છે. આ રીતે બેસવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.
હાર્ટના દર્દીઓ માટે જમીન પર બેસીને ખાવું હેલ્થી માનવામાં આવે છે. જ્યારે જમીન પર બેસીને ખાવાનું ખાઈએ છે તો લોહીનું સંચાર હ્રદય સુધી સરળતાથી થાય છે જેનાથી કોઈપણ પ્રકારની સમસ્યા થતી નથી.
જ્યારે આપણે ખુરશી પર બેસીને જમીએ છીએ તો હિપ્સ ટાઈટ અને સ્ટ્રોંગ થઈ શકે છે જ્યારે જમીન પર બેસીને ખાવાથી હિપ્સ ફલેકર્સને સરળતાથી સ્ટ્રેચ થઈ શકે છે.
જમીન પર બેસીને ખાવાથી પેટની માંસપેશિયો સતત એક્ટિવ રહે છે. તેનાથી પાચન બરાબર થાય છે ને ભૂખ પણ સારી લાગે છે.
જમીન પર આ રીતે એ રીતે બેસો કે આસન કરવાની મુદ્રા હોય. તેને સૂખાસન કે પદ્માસન મુદ્રા કહેવાય છે. આ બંને આસનથી એકાગ્રતા વધે છે.
આજના આધુનિક સમયમાં લોકો ઘરે ઘરે વધુ ને વધુ સુખ અને સુવિધાની વસ્તુઓ વસાવતા થયા છે. ઘણા ઘરમાં અમુક વડીલ હોય છે જેઓને નીચે બેસવામાં તકલીફ થતી હોય છે ત્યારે તેમના માટે ડાઈનીગ ટેબલની સુવિધા કરી તે યોગ્ય છે. પણ જો તમે સરળતાથી નીછે બેસી શકો છો તો તમારે હમેશાં નીચે બેસીને જ ભોજન લેવું જોઈએ.